ડી.ડી. યુનિવર્સીટીની ફાર્મસી કોલેજ અને કોરોના રેમેડિસ પ્રા.લી. વચ્ચે એમઓયુ થયો
નરેશ ગનવાણી બ્યરોચીફ – નડિયાદ
નડીઆદ ખાતે આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીની ફાર્મસી કોલેજ દ્વારા અમદાવાદ ખાતે આવેલી કોરોના રેમેડિસ પ્રા.લી. સાથે તારીખ ૫ જાન્યુઆરી ૨૦૨૩ ગુરુવારના રોજ એક એમઓયુ કર્યો જે અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ કોરોના રેમેડિસ માં જઈને ટ્રેનિંગ અને સંશોધન જેવી પ્રવૃતિઓ કરી શકશે. તેની સાથે-સાથે કંપની કોલેજના વિદ્યાર્થીઓને પ્લેસમેંટની તક પણ આપશે. જેની સામે કોલેજ કોરોના રેમેડિસને લાઈબ્રેરીની સુવિધા આપશે અને સંશોધનમાં પણ મદદ કરશે. આ પ્રસંગે ફાર્મસી કોલેજના ડિન ડો. તેજલ સોની, ડો. બી. એન. સુહાગિયા અને ડો. મેહુલ પટેલ તેમજ કોરોના રેમેડિસ કંપનીના જનરલ મેનેજર પંકજ ચંદક અને એક્સિક્યુટિવ ડાઈરેક્ટર વિરલ સીટવાળા હાજર રહ્યા હતા.


