દાહોદના અભલોડ ની વિવેકાનંદ માઘ્યમિક શાળામાં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ નું યોજાયું ભવ્ય સમાપન સમારોહ.
નીલ ડોડિયાર
દાહોદ જિલ્લા કક્ષાનું ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2023 નું આયોજન વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અભલોડ ખાતે આજે યોજવામાં આવ્યું હતું આધુનિક વિજ્ઞાનની ક્ષિતિજો સર કરવા કૃતનિશ્ચયી રહેલા ભારત અને સ્વર્ણિમ ગુજરાતના ભાવિ ઘડવૈયા એવા સમગ્ર દાહોદ જિલ્લાના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોની વિશિષ્ટ કૃતિઓની વૈવિધ્યપૂર્ણ સર્જનાત્મકતા એટલે વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ટેક્નોલોજી અને રમકડાં આ કાર્યક્રમમાં 25 જેટલી કૃતિઓ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવી હતી જેમાં અને ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ માટેની કૃતિઓ પ્રદર્શનીની માં મુકાઈ હતી આમાંથી જે પ્રદર્શની વિજેતા બનશે તે પ્રદેશ કક્ષાએ ભાગ લેવા માટે જશે. ઉપસ્થિત મહાનુભાવોએ પેહલા પ્રદર્શની ને નિહાળી વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો દાહોદ જિલ્લા ના માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી નીલકંઠ ઠક્કર એ જણાવ્યું હતું કે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ શિક્ષણમાં અને ગણિત વિજ્ઞાન માટે અવિરત કામગીરી કરી આવનાર વર્ષોમાં આ વિદ્યાર્થીઓ ભારતનું નામ રોશન કરે તે માટે ગ્રામ્ય કક્ષાએ તાલુકા દીઠ વિજ્ઞાન શાળા શરૂ કરી ગુજરાતનું નામ રોશન થાય તેવા અવિરત પ્રયાસો કર્યા હતા અને આજે પણ કરી રહ્યા છે. આ કાર્યક્રમ ના અધ્યક્ષ દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના મહામંત્રી નીલકંઠ ઠક્કર , પ્રોફેસર કે.ટી. જોશી ,પ્રોફેસર હરીષ ડાભી, અપૂર્વ શ્રીમાળી કનુ બામણીયા વગેરે નિણાર્યક ઉપસ્થિત રહી દરેક કૃતિઓને સવિશેષ નિહાળી તેનું મૂલ્યાંકન કરી નિર્ણય કર્યો હતો. બાળકો અને માગૅદશૅક શિક્ષકો નિણાર્યક ના નિણર્ય થી ખુબજ ખુશ થઈ વધાવી લીધો હતો, અને સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરેલો જાહેર કરેલો હતો.અંતે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડી.બી.ઞોહીલ અને આભાર વિધિ પ્રવિણ પરમારે કરી હતી.