સંજેલી પોલીસ દ્વારા પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરાયું
રિપોટરફરહાન પટેલ સંજેલી
સંજેલી પોલીસ દ્વારા પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરાયું ઉંચા દરે વ્યાજ વસુલ કરનારા ઈસમો સામે પોલીસ કાર્યવાહી કરવા સજ્જ
વ્યાજખોરીને ડામવા અને ઊંચા વ્યાજે માતબર વ્યાજ વસુલ કરનારા લોકો સામે કાર્યવાહી કરાશે સંજેલી PSI એમ,એમ માળીની અધ્યક્ષતામાં પોલીસ મથકે બેઠક યોજાઇ
સંજેલી તાલુકો અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો આવેલો છે જ્યાં ભોળી ભાળી અને અભણ લોકો વસવાટ કરે છે ગ્રામ્ય વિસ્તારની પ્રજાની સાથે બની બેઠેલા વ્યાજ ધીરનારા લોકો બેફામ વ્યાજ વસૂલી રહ્યા છે જેને લઈ ગ્રામ્ય વિસ્તારની પ્રજા વ્યાજથી પીડાઈ રહી છે બેફામ વ્યાજ વસૂલ કરી મજબૂરીનો લાભ લઇ વ્યાજખોરોનું પ્રમાણ દિનપ્રતિદિન બેફામ વધ્યું છે ઉંચા સ્તરે વ્યાજ વસૂલી વ્યક્તિની હાલત કફોડી અને પાયમાલ કરી નાખે છે મૂળ રકમ કરતાં 10 ઘણું વ્યાજની રકમ વસૂલ કરવામાં આવતી હોય છે તે બાદ પણ ટોર્ચર કરી હેરાન કરતા હોય છે વ્યક્તિ આત્મહત્યા કરવા મજબૂર બને છે આવા વ્યાજ ખોરો માટે ગૃહ વિભાગ દ્વારા એક્શનમા આવી છે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આદેશ પણ આપી દીધા છે ત્યારે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ એમ.એમ.માળીની અધ્યક્ષતામાં આજરોજ મીટીંગ યોજવામાં આવી જેમાં વ્યાજખોરોને ડામવા તેમજ ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા ચર્ચા કરવામાં આવી હતી સંજેલી પોલીસ પણ વ્યાજખોરો સામે સજ્જ બન્યું છે વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ તૈયાર છે સંજેલી નગરમાં આગેવાનો જણાવ્યું હતું કે પીએસઆઇ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ વ્યક્તિ વ્યાજખોરોથી પીડિત હોય તો ખોટી ધાકધમકી આપતા હોય તો આ બાબતે તમે પોલીસને જાણ કરવા અપીલ કરી હતી લોકો ચાઈનીઝ દોરાથી પતંગ ચગાવતા તેમજ ચાઈનીઝ દોરી વેચાણ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સંજેલી નગરના વેપારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા