બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયએ શાસ્ત્રી યસ્પર્ધાઓ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

ગુજરાત સરકાર તેમજ ગુજરાત રાજ્ય પાઠશાળા મંડળના સંયુક્ત ઉપક્રમે શ્રી શાંડીલ્યઋષિ વેદ સંસ્કૃત પાઠશાળા સુરત મુકામે તારીખ ૪ થી ૬ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ રાજ્યસ્તરીય શાસ્ત્રી યસ્પર્ધાઓનું આયોજન થયું હતું તેમાં ૪૬ પાઠશાળાઓના ૬૦૦ ઋષિ કુમારોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેમાં નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં પોતાનું વક્તવ્ય રજૂ કરી પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે, એમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ત્રણ વિદ્યાર્થીઓ પંડ્યા ધ્રુવ રમેશચંદ્ર – જ્યોતિષ ભાષણસ્પર્ધા પાઠક રુદ્ર પ્રકાશભાઈ – જ્યોતિષશલાકા ત્રિવેદી વત્સલ કૌશલભાઈ ભારતીય ગણિતવિજ્ઞાન ૩ સુવર્ણ પદક ૪ રજતપદક ૯ કાંસ્ય પદક મેળવી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયએ સંપૂર્ણ ગુજરાતમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુંઆ વિદ્યાર્થીઓ આગામી ઓલ ઇન્ડિયા સંસ્કૃત કોમ્પિટિશન કાશીમાં ગુજરાત રાજ્યનું જે તે વિષયમાં પ્રતિનિધિત્વ કરશે. વિજેતા ૧૭ છાત્રોને આશીર્વાદ સત્કાર માટે બ્રહ્મર્ષિ સંસ્કારધામ નડિયાદમાં પદ્મશ્રી, ડૉ.ડાહ્યાભાઈ શાસ્ત્રીજી, આચાર્ય ડૉ. અમૃતલાલ ભોગાયતાજી અને શ્રી સંતરામ મંદિરના સંત સર્વેશ્વરદાસજીની પાવન ઉપસ્થિતિમાં આશીર્વાદ સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સંતરામ મંદિરના મહંતશ્રી રામદાસ મહારાજના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!