સાંસદ ના ગામ દાસા ખાતે દાહોદ લોકસભા નો ભવ્ય અભિવાદન સમારંભ યોજાયો
રમમેશ પટેલ સિંગવાડ
કાર્યક્રમ ની શરૂઆતમાં વિધાનસભા ના ઉપાધ્યક્ષ જેઠભાઈ ભરવાડ , શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર એ દીપ પ્રાગટ્ય કરી અને આગળ વધાર્યો હતો સ્વાગત પ્રવચન દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલિયર એ કર્યું હતું
દાહોદના સાંસદ એ જેઠાભાઈ ભરવાડ ની પંચમહાલ ડેરીના વિકાસ ને 4000 કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યો તે બદલ આભાર માન્યો હતો.અને જેઠાભાઈ એ આ પ્રસંગે કહ્યું હતું કે પંચમહાલ ડેરીમાં પેહલા માત્ર 15000 લીટર દૂધ ઉત્પાદન હતું જે એક લાખ લીટર સુધી પહોંચવામાં અમે સફળ રહ્યા છે તેમને જણાવ્યું હતું કે દાહોદના પંચમહાલ ડેરી 160 કરોડ રૂપિયા આપે અને પશુઓ ની ખરીદી ઉપર સબસિડી પણ પૂરી પાડવામાં આવે છે. આ વખતે અહોડ પંચમહાલ અને અરવલ્લી ની જે સીટો આવી છે તેમાં સૌની મહેનત છે અને ખાસ કરીને આપડા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી , અમિત શાહ અને સી.આર પાટીલ નો હું આભાર માનું છે કે મને ફરી એક વખત વિધાનસભા નો ઉપાધ્યક્ષ બનાવ્યો છે. આ કાર્યક્રમમાં પંચમહાલ અને દાહોદના ધારાસભ્યો સાંસદ તેમજ મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વિધાનસભા મુજબ બધા મુખ્ય હોદ્દેદારોની સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.