વિધાનસભા કક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરાયું.
ફરહાન પટેલ સંજેલી
16 વર્ષની ઉપરના ઓપન વિભાગના ભાઈ બહેનો ભાગ લઈ શકશે,

વિધાનસભા પ્રમાણે વિધાનસભા કક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોમાં રહેલી કળા ખેલ પ્રત્યેનો પ્રેમ પ્રતિભા જીવંત રહે તે માટે ખિલાડીઓમાં રુચિ પ્રભળ થાય તે આશય થી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌ પ્રથમ વિધાનસભા કક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 16 વર્ષથી ઉપરના ઓપન વિભાગના તમામ ભાઈ બહેનો ભાગ લઈ શકશે 6 સ્પર્ધા વિધાનસભા કક્ષાએ યોજાશે,
વિધાનસભા વિસ્તાર અને સ્પર્ધાનું સ્થળ
1-દાહોદ ખાતે એકલવ્ય સ્કૂલ ખરેડી
2- ગરબાડા,દાહોદ,ધાનપુર પાડુંગર ઉત્તર બુનિયાદી શાળા અભલોડ
3- ફતેપુરા,સંજેલી આઈ.કે.દેસાઈ હાઈસ્કૂલ ફતેપુરા
4- દેવગઢ બારીયા,ધાનપુર રમત ગમત સંકુલ દેવગઢ બારીયા
5- ઝાલોદ એસ.આર.પી ગ્રુપ મેદાન પાવડી
6- સંતરામપુર કડાણા, એસ.પી. હાઈસ્કૂલ સંતરામપુર
કઈ કઈ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે
1- એથ્લીટિક્સ
2- કબડ્ડી
3- ખો-ખો
4- વોલીબોલ
5- ક્રિકેટ ભાઈઓ
6- રસ્સા ખેંચ જેવી 6 જેટલી રમતોનું વિધાનસભા પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે
કઈ તારીખે રમત સ્પર્ધા યોજાશે
1- એથ્લીટિક્સ 21/01/2023
2- કબડ્ડી 21/01/2023
3- ખો-ખો 22/01/2023
4- વોલીબોલ 22/01/2023
5- ક્રિકેટ ભાઈઓ 21/01/2023
6- રસ્સા ખેંચ 23/01/2023
વિધાનસભા પ્રમાણે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ, દ્વિતીય,અને તૃતીય વિજેતા ટિમ લોકસભા કક્ષાએ રમત રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે અને લોકસભા કક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધામાં રમશે,

