જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદ સાથે સંકલન કરીને વ્યાખ્યાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ
કેતન ભટ્ટ
હેલ્થ ફાઉન્ડેશન & રિસર્ચ સેન્ટર ટી. આઈ. પ્રોજેક્ટ દ્વારા સ્ત્રી અત્યાચાર નાબૂદી અભિયાન અંતર્ગત દાહોદ માં કાર્યરત ટી.આઇ. પ્રોજેક્ટ માં જોડાયેલ સમુદાય ના સભ્યો ના માર્ગદર્શન અને જાગૃતિ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદ સાથે સંકલન કરીને વ્યાખ્યાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ માં ડિસ્ટ્રીક્ટ ટી. બી. એચ. આઈ. વી. ઓફિસર ડૉ. આર. ડી. પહાડીયા સર / જિલ્લા કાનૂની સેવા સતા મંડળમાંથી આવેલ વકીલ સાહેબ શ્રી રાજેશ સર તેમજ મુકેશ સર /સંસ્થા ના પ્રમુખ તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ટી. આઈ. સ્ટાફ હાજર રહયા હતાં..જેમાં વકીલ શ્રી દ્વારા સૌને સ્ત્રી અત્યાચાર સામે રક્ષણ પૂરું પાડતા કાયદા, કલમ વિશે, મૂળભૂત અધિકાર અધિનિયમ વિશે, કાનૂની જોગવાઈ, ટી. જી.એક્ટ, 181 અભયમ હેલ્પ લાઇન જેવા વિવિધ વિષય પર રસપ્રદ રીતે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.