જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,દાહોદ દ્વારા.છાપરી ગામ ખાતે મહેસૂલ કાયદા ની જાગરૂકતા શિબિર યોજાઇ.

અજય સાસી

દાહોદ તાલુકા ના છાપરી ગામ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,દાહોદ નાં માર્ગ દર્શન અનુસાર પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકી દ્વારા મહેસૂલ એકટ ની જાગરૂકતા શિબિર યોજાઈ.
શિબિર નાં પ્રારંભ માં મહેમાનો નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. શિબિર માં ઉપસ્થિત વકીલ ડી.આર.બેનીવાલે મહેસૂલ એકટ ની વિસ્તૃત જાણકારી ગ્રામજનોને આપવામાં આવી.પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકી એ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,દાહોદ નાં કરાતા કાર્યો અને પોકશો એકટ જેમાં યોન શોષણ નો વિષય બધાં માટે ચિંતાનો વિષય બન્યો છે,ત્યારે દરેક માતા-પિતા ને આ માટે સજાગ બનવા અનુરોધ કર્યો હતો.શિબિર ને સફળ બનાવવા છાપરી ગ્રામ પંચાયત નાં સરપંચ લતાબેન શૈલેષભાઈ નિનામા,ડેપ્યુટી સરપંચ નિલેશભાઈ,તલાટી કમ મંત્રી બિપીનભાઈ જાદવ,સામાજિક આગેવાન રાજેશભાઈ ભાભોર, ગામના આગેવાન મેતાભાઈ કિશોરી,બાબુભાઈ નિનામા ,ભરતભાઈ ભુરીયા ઉપસ્થિત રહ્યા હતા.શિબિર ની તમામ વ્યવસ્થા કાળુભાઇ નિનામા,પ્રદીપભાઈ રાઠોડ દ્વારા કરાઇ હતી. શિબિર માં છાપરી ગ્રામ પંચાયત નાં 60 થી વધુ ગ્રામ જનો જોડાઈ ને લાભ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: