વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દાહોદ જિલ્લા દ્વારા ત્રિશૂળ દીક્ષા તથા શૌર્યયાત્રા નું આયોજન કરાયું.

પ્રવીણ કલાલ ફતેહપુરા

ભારત માં ધર્માન્તરણનો અંત એટલે ત્રિશુલ દીક્ષા:વિરલભાઈ દેસાઈ.

    સુખસર ખાતે 2000 જેટલા યુવાનોએ ત્રિશૂળ દીક્ષા ગ્રહણ કરી હિન્દુત્વની રક્ષા માટે શપથ લીધા.


 આજરોજ સુખસર માર્કેટયાર્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દાહોદ જિલ્લા દ્વારા ગીતા જયંતી બાબરી વિધ્વંશને શૌર્યદિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અખંડ હિન્દુ રાષ્ટ્ર સંકલ્પના અનુસંધાનમાં ત્રિશૂળ દીક્ષા અને શૌર્યયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી હજારો યુવાનોએ આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યકર્મને સફળ બનાવ્યો હતો.અને સુખસર ગામમાં હિન્દુત્વના નારા સાથે યુવાનો,વડીલો,બહેનો સહિત બાળકો દ્વારા શૌર્ય યાત્રા કાઢવામાં આવી હતી અને આ યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવામાં આવી હતી.
          પ્રત્યક્ષ જાણકારી મુજબ આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દાહોદ જિલ્લા દ્વારા"દેશ કી રક્ષા કોન કરેગા,હમ કરેંગે ના નારા"સાથે સુખસર માર્કેટ યાર્ડમાં ત્રિશૂળ દીક્ષા ગ્રહણ તથા ગામમાં શૌર્યયાત્રાનું સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પધારેલા સત્ય નિકળંગ મહારાજે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દુનિયામાં 120 જેટલા દેશ ખ્રિસ્તી દેશ છે.અને તે લોકો ખ્રિસ્તીઓનો વધારો કરવા માંગતા હોય તમામ દેશોને ખ્રિસ્તી બનાવવા ઈચ્છી રહ્યા છે.જેથી આપણે હિન્દુઓએ કોઈના ધર્મની લોભ લાલચમાં આવ્યા વગર હિન્દુત્વને અખંડિત રાખવો આપણો અધિકાર છે.અને આપણે થતું ધર્માન્તરણ બંધ કરવા સચેત રહેવું જોઈએ.અને જણાવ્યું હતું કે,કેટલાક લોકો આદિવાસી લોકોને હિન્દુ નથી નું જણાવી હિન્દુત્વ ખંડિત કરવાની કોશિશ કરી રહ્યા છે,અને તે પણ યોગ્ય નથી.અને તેવા લોકોની વાતોમાં આવી આપણો ધર્મ ભ્રષ્ટ કરવો જોઈએ નહીં. અને આપણે આપણા પોતાની તથા આપણા ધર્મની રક્ષા કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ.અને 'અખંડ ભારત,હિન્દુ રાષ્ટ્ર'નું મનોમંથન સતત આપણા દિલમાં વહેતું રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું.
    જ્યારે દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રચાર પ્રસાર વિભાગ મિડિયા સેલના કન્વીનર વિરલભાઈ દેસાઈએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, હિન્દુ સમાજને ધર્માંતરિત કરવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે તેમજ તલવારના જોર ઉપર અન્ય ધર્મ સ્વીકાર કરવા નીકળેલા લોકોએ 3,000 જેટલા મંદિરો ઉપર સ્થાન પણ જમાવ્યું હતું.અને બાબર નામના વ્યક્તિએ ઇસવી સન 1528 માં આક્રમણ કર્યુ ત્યારે રામ લલા મંદિર તોડ્યું હતું.અને આ જગ્યાએ મસ્જિદ બનાવવી તેવો નિર્ણય લીધો હતો.પરંતુ આપણા પૂર્વજોએ લડાઈ કરી,આહુતિ આપી હતી.પ્રાચીન કાળની હિન્દુઓ પ્રત્યે ઘટેલી વિવિધ ઘટનાઓની યાદ અપાવી શૌર્યયાત્રાનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ 6 ડિસેમ્બરના રોજ કાર સેના અને તેમની વિતક કથા વર્ણવી હતી.તેમજ રામમંદિર વિશે ઉપસ્થિત જનમેદનીને માહિતગાર કર્યા હતા. તેમજ જ્યારે રામ મંદિરનો ચુકાદો આવ્યો ત્યારે હિન્દુ લોકોએ આ ચુકાદાનો અતિરેક થવા દીધો નહીં હોવાનું જણાવ્યું હતું.અને શૌર્યયાત્રા એટલે શૌર્ય પરાક્રમનું કામ વિશે સમજ આપી હતી.
    આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં વિરલભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે,રાજ્ય સત્તા કરતા ધર્મ સત્તા મહાન છે.અને ધર્મ સત્તાને પ્રાધાન્ય આપવામાં નહીં આવે તો ધર્મ સત્તા દ્વારા રાજ્ય સત્તાને દૂર કરતા વાર નહીં લાગે!તેવી પણ ટકોર કરી અને ધર્મ સત્તાને પ્રાધાન્ય આપવા રાજકીય આગેવાનોને આહવાન કર્યું હતું.અને ઉપસ્થિત જનમેદનીને જણાવ્યું હતું કે, ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ કેમ?તેવા પ્રશ્નો અનેક લોકો કરતા હોય છે ત્યારે એ કે 47 નો કાર્યક્રમ રાખવો જોઈએ!તેવી પણ ટિપ્પણી કરી હતી.વધુમાં વિરલભાઈ દેસાઈએ લવ જેહાદ વિશે સમજ આપી તેનાથી બચવાના ઉપાય પણ સૂચવ્યા હતા.અને જણાવ્યું હતું કે,ધર્માન્તરણનો અંત એટલે ત્રિશુલ દીક્ષા અને કાર સેનાનું પરાક્રમ એટલે ત્રિશુલ દીક્ષા.વધુમાં જણાવ્યું હતું કે, આપણને વિધર્મીઓ જ નડે છે,તે સાચું નથી,પણ આપણા અંદર રહેલ વિધર્મીને પણ દૂર કરવા જોઈએ.અને ગાય તથા મંદિરને બચાવવા બજરંગ દળની જરૂરત હોવાનું જણાવ્યું હતું. ત્રિશુલ દીક્ષાર્થીઓને હિન્દુ ધર્મની રક્ષા કાજે સંકલ્પ લેવડાવ્યો હતો.બાદમાં સુખસર ગામમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો,બહેનો,બાળકો વિગેરે દ્વારા મોટી સંખ્યામાં શૌર્યયાત્રા કાઢવામાં આવી હતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: