ઝાલોદ તાલુકામાં ચાર ટુ વ્હીલર વાહનોની ઉઠાંતરીથી ખળભળાટ

દાહોદ તા.૨૫
ઝાલોદ તેમજ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી છેલ્લા ત્રણ દિવસો દરમ્યાન એક નવી નક્કોર ટુ વ્હીલર સ્કુટી સહિત ત્રણ મોટરસાઈકલો મળી કુલ ચાર વાહનોની ઉઠાંતરી થતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હાલ દાહોદ શહેર સહિત જિલ્લામાં વાહન ચોરી ટોળકી ખુબ જ સક્રિય બની છે અને પોતાનો કસબ અજમાવી એક્ટીવાથી લઈને મોટરસાઈકલનો તેમજ ફોર વ્હીલર ગાડીઓની ચોરી કરી લઈ જતાં હોય છે તેવા સમયે વાહન ચાલકોમાં પોલીસની કામગીરી તેમજ નાઈટપેટ્રોલીંગ પર પણ અનેક સવાલીયા નિશાન ઉભા થવા માંડ્યા છે. ઝાલોદ નગરમાં નારાયણ નગર સોસાયટીમાં રહેતા દિલીપસિંહ રામુભાઈ રાઠોડે કેટલાક દિવસો પુર્વે ટીવીએસ જ્યુપીટર સ્કુટી ખરીદેલ હતી અને તેનો નંબર પણ આવ્યો ન હતો. ગત તા.૨૧.૧૧.૨૦૧૯ના રોજ દિલીપસિંહે પોતાની સ્કુટી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ સ્કુટીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી સ્કુટીનું લોક તોડી ચોરી કરી લઈ જતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.આ સંબંધે દિલીપસિંહ રામુભાઈ રાઠોડે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજા બનાવ ઝાલોદ નગરના લીમડી નગરના કરંબા રોડ ખાતે બનવા પામ્યો હતો જેમાં કરંબા રોડ ખાતે રહેતા અલ્કેશભાઈ હેમાભાઈ સોલંકીની, સચીનકુમાર લક્ષ્મણભાઈ બુમાણાની તેમજ ચીમનભાઈ નરસીંગભાઈ માવી (રહે.ગુલતોરા,તા.ઝાલોદ,જી.દાહોદ) નાઓને કુલ ત્રણ મોટરસાઈકલો ગત તા.૧૯.૧૧.૨૦૧૯ના રોજ મધ્યરાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલોનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે અલ્કેશભાઈ હેમાભાઈ સોલંકીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!