દાહોદ ખાતે પ્રાથમિક વિભાગનો વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શનનો સમાપન સમારોહ યોજાયો.
કરણ ગજર
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ અને જીલ્લા શિક્ષણ સમિતિના ઉપક્રમે તા.૦૭,૦૮ જાન્યુઆરી ના રોજ જીલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન એન.ઈ.જીરુવાલા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું. આ પ્રદર્શનનો પ્રારંભ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી માન.ડો.કુબેરભાઈ ડીંડોર ના અધ્યક્ષ સ્થાને થયો હતો. તા.૦૮.૦૧.૨૦૨૩ ના રોજ પ્રદર્શનનું સમાપન કાર્યક્રમ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ, જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ઝીથરાભાઈ ડામોર, તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુર.એસ.પારેખની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. તમામ વિજેતા બાળ વૈજ્ઞાનિકો અને ટીમના માર્ગદર્શક શિક્ષકોને મોમેન્ટો અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. વિભાગ-૧ માં દેવગઢ બારિયા તાલુકાની નાડાતોડ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમ, દાહોદ તાલુકાની તાલુકા પ્રાથમિક શાળા બીજો ક્રમ, ગરબાડા તાલુકાની પાંચવાડા પ્રાથમિક શાળા ત્રીજો ક્રમ સાથે વિજેતા થયેલ. વિભાગ-૨ માં દાહોદ તાલુકાની છાપરી પ્રા.શાળા પ્રથમ ક્રમ, ફતેપુરા તાલુકાની પટીસરા પ્રાથમિક શાળા બીજો ક્રમ, ઝાલોદ તાલુકાની ઝાબ વર્ગ પ્રાથમિક શાળા ત્રીજા ક્રમ સાથે વિજેતા થયેલ. વિભાગ-૩ માં દેવગઢ બારિયા તાલુકાની નાડાતોડ પ્રા.શાળા પ્રથમ ક્રમ, દાહોદ તાલુકાની હવેલી ફળિયા પ્રાથમિક શાળા બીજો ક્રમ, લીમખેડા તાલુકાની ચીલાકોટા પ્રાથમિક શાળા ત્રીજા ક્રમ સાથે વિજેતા થયેલ. વિભાગ-૪ માં લીમખેડા તાલુકાની ટીંબા પ્રા.શાળા પ્રથમ ક્રમ, ધાનપુર તાલુકાની વેડ બુનિયાદી પ્રાથમિક શાળા બીજો ક્રમ, દાહોદ તાલુકાની વડબારા પ્રાથમિક શાળા ત્રીજા ક્રમ સાથે વિજેતા થયેલ. વિભાગ-૫ માં લીમખેડા તાલુકાની ગુમણી દૂ પ્રા.શાળા પ્રથમ ક્રમ, ઝાલોદ તાલુકાની હડમત ખુંટા પ્રાથમિક શાળા બીજો ક્રમ, દેવગઢ બારિયા તાલુકાની મોટી ખજુરી પ્રાથમિક શાળા ત્રીજા ક્રમ સાથે વિજેતા થયેલ. પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બળવૈજ્ઞાનિકો તથા તેમના માર્ગદર્શક શિક્ષકોને પણ મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા.


