ગરબાડા તાલુકા માં સ્ટ્રોબેરી ની ખેતી નો પ્રયોગ સફળ થયો
પ્ર્તિનિધિ ગરબાડા
ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી ની ગરબાડા માં ખેતી
સદગુરુ ફાઉન્ડેશનના સહયોગથી નવતર પ્રયોગ.
ગરમ આબોહવા ડુંગરાળ અને અને પથરાાળ જમીન તેમજ ચોમાસા આધારિત ખેતીી ધરાવતા ગરબાડા તાલુકામાં હવે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી ની ખેતી ગરબાડા તાલુકામાં એન એમ સદગુરુ ફાઉન્ડેશન ચોસલા , એસ એચ જી ફેડરેશન ગમાડા અને સીની ( ટાટા ટ્રસ્ટ ) નાં સયોગ થી ક્લસ્ટર ડેવલોપમેન્ટ પ્લાન દાહોદ જિલ્લા નાં આદિવાસી ખેડૂતો માટે ખેતી નાં માધ્યમ થી ખેડૂતો પોતાની જમીન પર ટકાઉ ખેતી કરી ને પગભર થઈ ને ઘર આંગણે જ સારી રોજગારી મેળવી શકે તે હેતુ થી ખેડૂતો ને આધુનિક ખેતી પદ્ધતિ અને નવા નવા પાકો કરવા માટે માર્ગદર્શન પ્રોત્સાહન અને પ્રશિક્ષણ કે પ્રેરણા પ્રવાસો થકી આપણા વિસ્તારમાં ઓછી જમીનો માં સારી આવક કે સારું ઉત્પાદન મળી રહે જેથી રોકડિયા પાકો તરફ આપણા ખેડુતો ને વાળવામાં એન એમ સદગુર ફાઉન્ડેશન ચોસલા એસ એચ જી કેડરેશન ગરબાડા અને સીની ( ટાટા ટ્રસ્ટ ) હમેશા પ્રતિબંધ હોઈ છે. જેમાં ગત વરસે ગરબાડા તાલુકા માં સ્ટ્રોબેરી ની ખેતી નો પ્રયોગ સફળ થયો હતો જેના થી પ્રભાવિત થઈ ને આ સીઝન માં ગરબાડા લીમખેડા અને મોરવા હડફ માં પણ વાવેતર કરેલ છે .આમ તો સ્ટ્રોબેરી ની ખેતી ઠંડા પ્રદેશો માં જ થતી હોઈ છે પણ આપણા વિસ્તાર માં ઓક્ટોબર માસ થી ઠંડી નું પ્રમાણ ચાલુ થઈ જઈ છે જેથી હવામાન અપના વિસ્તાર માં માફક આવે છે જેથી અહિયા સ્ટ્રોબેરી ની ખેતીનો પાક શક્ય બને છે. ગરબાડા તાલુકાના ગરબાડા ગામ નાં દેવેેન્દ્રભાઈ રાઠોડ ગત વર્ષે આ ખેતી માં પ્રભાવિત થયા હતા જેથી આ વખતે તેમને એન એમ સદગુરુ ફાઉન્ડેશન ચોસલા નાં સી બી ઓ એન્કર નરેશભાઈ પરમાર અને તેમની ટીમ નાં માર્ગદર્શન થી સ્ટ્રોબેરી ની ખેતી કરી જેમાં સ્ટ્રોબેરી ની વિન્ટર ચાર્લી નામની જાત પુના મહારાષ્ટ્ર થી મંગાવવામાં આવી ખેડૂત પાસે સરકાર શ્રી ની મદદથી મદદથી ટપક ચિંચાઈ પદ્ધતિ પહેલા થી જ વસાવેલી હતી અને મલ્ચીંગ નો ઉપયોગ કરી ને બેડ બનાવી ને રોપણી કરવામાં આવી દેવેન્દ્રભાઈ એ ૨૦૦૦ જેટલા રોપાનું વાવેતર 8 ગુઠા જમીન માં કરેલ છે. 35 દિવસ માં સ્ટ્રોબેરી પાકવાનું શરૂ થઈ ગયું અને હાલ માં આ ખેતર પરથી ૧૦ કિલો જેટલી સ્ટ્રોબેરી નુ વેચાણ ૩૦૦ રૂપિયા પ્રતિ કિલો નાં ભાવ થી વેચાણ કરી દીધું છે. ને પાક ખૂબજ સારો જોવાઈ રહ્યો છે ખેડૂત સારા માં સારી આવક મેળવી લેશે ગરબાડા સિવાઈ એન એમ સદગુરુ ફાઉન્ડેશન ચોસલા મારફતે લીમખેડા અને મોરવા હડફ તાલુકાના ખેડૂતો ને પણ સ્ટો્ટ્રો્ટ્રી ની ખેતી કરાવેલ છે ત્યાં પણ સારું ઉત્પાદન અને આવક મળી રહી છે.