ઝાલોદ બસસ્ટેશન વિસ્તારમાં ડિવાઇડર વાળો રોડ બનતા ટ્રાફિક જામનાં સર્જાતા દ્રશ્યો.
પંકજ પંડીત ઝાલોદ
દિવસભર ટ્રાફિક થી ધમ ધમતો વિસ્તાર હોવાથી થોડી થોડી વારમાં ટ્રાફિક જામ સર્જાય છે
ઝાલોદ નગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં જ એસ.ટી સ્ટેશનને અડીને દાહોદ જતો રસ્તો છેલ્લા કેટલાય સમયથી ડિવાઇડર વાળો રસ્તો બની રહ્યો છે , એક બાજુનો ડિવાઇડર બની ગયો છે અને બીજી બાજુનો રોડનું કામકાજ હાલ મંથરગતિ એ ચાલુ છે. એક બાજુના ડિવાઇડર જે બની ગયેલ છે તેમાં બે મોટા વાહનો ને સહેલાઈ થી આવવા જવામાં તકલીફ વેઠવી પડે છે એટલે વારેઘડીએ ટ્રાફિક જામ સર્જાય છે.
જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા હાલ બીજી બાજુના ડિવાઇડરનું કામ ચાલુ છે. પણ આ રોડ પર દિવસ ભર ટ્રાફિક થી અવર જવર ખૂબ વધુ હોવાથી જવાબદાર કોન્ટ્રાક્ટર આ રોડ ઝડપી બનાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ રોડ પર ડિવાઇડરને અડી ચાર રસ્તા આવે છે એક રસ્તો બસસ્ટેશનની અંદર જાય છે બીજો બાસવાડા બાજુ જાય છે, ત્રીજો દાહોદ તરફ અને ચોથો રસ્તો નગર તરફ જાય છે તેથી વારેઘડીએ આ ચાર રસ્તાઓ પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાતા જોવા મળે છે.
ઝાલોદ એસ.ટી માંથી નીકળતી બસોના અવરજરમાં ફેરફાર કરે તો ઘણો બધો ટ્રાફિક જામ હળવો બની શકે છે. ડેપો મેનેજર દરેકે એસ.ટી બસના ડ્રાઇવરને અવર જવર માટે કડક નિર્દેશ કરે તો થોડી ઘણી ટ્રાફિક સમસ્યા હળવી બની શકે છે.
છાસવારે ટ્રાફિક જામ સર્જાતા જવાબદાર અધિકારીઓ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવા માટે સ્ટાફમાં વધારો કરી રસ્તા પર આવતા જતા વાહનોને ગાઇડ કરે તો ટ્રાફિક જામની સમસ્યા થોડી હળવી બને એમ છે. તો જવાબદાર તંત્ર આ સમસ્યાને ગંભીર રીતે લઈ જવાબદાર કોન્ટ્રાક્ટર પાસે કામ ઝડપી કરાવે અને ટ્રાફિક સ્ટાફમાં વધારો કરી ટ્રાફિક ન થાય તે રીતે વાહનો અવર જવર કરે તેવી વ્યવસ્થા ગોઠવાય તેવું લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે.




