પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડૉ. દીપા મલિકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નડિયાદની કરી મુલાકાત..

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડૉ. દીપા મલિકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નડિયાદની કરી મુલાકાત..

નડિયાદ ખાતે આગામી સમયમાં આયોજીત થનાર ૧૨મી નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-૨૦૨૩ના સુચારુ આયોજન બાબતે પીસીઆઇ ના પ્રેસિડેન્ટ ડૉ. દીપા મલિક દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા હાઈ પર્ફોમન્સ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ પેરા નેશનલ માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રમતગમત અધિકારી ડો. મનસુખભાઈ તાવેથીયા, પેરા સ્પોર્ટ્સ એસોશિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ કાંતિભાઈ પરમાર, પેરા સ્પોર્ટ્સ એસોશિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી ચંદુભાઈ ભાટી, પેરા ડિસ્ટ્રીક્ટ કોચ શ્રી ગૈરવભાઈ તેમજ જગદીશભાઇ ઠાકોર, ફીઝીકલ હેન્ડીકેપડ સોસાયટીના રાકેશ ચાવડા તથા સભ્યો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: