મહેમદાવાદના ફાર્મહાઉસમાં અમદાવાદના ૯ લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

મહેમદાવાદના વિરોલ ગામે રૂદ્રફાર્મ હાઉસમા પોલીસે દારૂની મહેફિલ માણતાં ૯ લોકોને ઝડપી લીધા છે. ઝડપાયેલા અમદાવાદીઓ બર્થ ડે પાર્ટીમાંદારૂની મહેફિલ માણતા હતા અને મોબાઈલમા ગીતો વગાડી ડીસ્કો અંકરતા હતા આ દરમિયાન પોલીસે દરોડો પાડી આ ૯ નબીરાઓ પાસેથી બે કાર, ૧૧ મોબાઈલ તથા રોકડા અને દારૂની બોટલો મળી કુલ રૂપિયા ૯ લાખ ૬૨ હજાર ૪૪૦ મુદ્દામાલ જપ્ત કર્યો છે.મહેમદાવાદ પોલીસે વિરોલ ગામની સીમમાં વિઠ્ઠલપુરા તરફ જવાના રોડ ઉપર આવેલ રૂદ્ર ફાર્મમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ૯ અમદાવાદી નબીરાઓ દારૂની મહેફીલ માણતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આ તમામ લોકો મોબાઇલ પર ગીતો વગાડી ડાન્સ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: