દાહોદ જિલ્લામાં ગતરોજ જે તે પોલિસે ત્રણ જુદી જુદી જગ્યાએ પતંગ દોરાની દુકાનમાં છાપો મારીત્રણ દુકાનદારોની અટકાયત કરાઇ.
નીલ ડોડીયાર
દાહોદ જિલ્લામાં ગતરોજ જે તે પોલિસે ત્રણ જુદી જુદી જગ્યાએ પતંગ દોરાની દુકાનમાં છાપો મારી રૂા. ૧૧ હજાર ઉપરાંતની કિંમતના ચાઈનીઝ દોરની નાની મોટી રીલ તથા ફીરકા પકડી પાડી કબજે લઈ ત્રણ દુકાનદારોની અટકાયત કર્યાનું જાણવા મળ્યું છે.
જેસાવાડા પોલિસે જેસાવાડા નીચવાસ ફળિયામાં રહેતા રાહુલભાઈ શંકરભાઈ પરમારની જેસાવાડા બજારમાં ચીલાકોટા ચોકડી પાસે આવેલ દુકાનમાં ઓચિંતો છાપો મારી વેચાણ કરવા માટે રાખેલ રૂા. ૪૪૦૦ની કુલ કિંમતની ચાઈનીઝ દોરાની નાની મોટી રીલ તથા ફીરકા નંગ-૧૨ તથા જેસાવાડા મેઈન બજારમાં રહેતા રાજેશકુમાર હરીલાલ સોલંકીની દુકાનમાં ગતસાંજે ઓચિંતો છાપો મારી વેચાણ માટે રાખેલી ચાઈનીઝ દોરીની રૂા. ૪૩૪૦ ની કુલ કિંમતની નાની-મોટી રીલ નંગ-૩૧ મળી બંને જગ્યાએથી રૂા. ૮,૭૪૦ની ચાઈનીઝ દોરીની નાની મોટી રીલ તથા નંગ-૪૩ પકડી પાડી કબજે લઈ નાની મોટી રીલ તથા ફીરકા નંગ-૪૩ પકડી પાડી કબજે લઈ બંને દુકાનદારોની અટકાયત કરી હતી જ્યારે ઝાલોદ પોલિસે મોડી સાંજે ઝાલોદ બસ સ્ટેશન ચોકડી નજીક બજરંગ મોબાઈલ નામની ઝાલોદ બસ સ્ટેશનની પાછળ રહેતા રમેશભાઈ હીરાભાઈ માળીની દુકાનમાં ઓચિંતો છાપો મારી રૂા. ૩૦૦૦ની કિંમતની ચાઈનીઝ દોરીના ફીરકા નંગ-૧૦ ઝડપી પાડી કબજે લઈ દુકાન માલીક રમેશભાઈ હીરાભાઈ માળીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.