છેલ્લા 15 દિવસથી પીવાના પાણીથી વંચિત રહેતા સ્થાનિકોએ તાલુકા પંચાયત કચેરીના દ્વાર ખખડાવ્યા.

રિપોર્ટર: ફરહાન પટેલ સંજેલી

પાણી માટે રજુઆત: ડિસલેરી ફળિયાના રહીશો પાણી માટે TDOને રજુઆત કરી

છેલ્લા 15 દિવસથી પીવાના પાણીથી વંચિત રહેતા સ્થાનિકોએ તાલુકા પંચાયત કચેરીના દ્વાર ખખડાવ્યા

સંજેલી ખાતે આવેલા ડિસલેરી ફળિયાના રહીશો પીવાના પાણી માટે વંચિત રહેતા TDO ને રજુઆત કરી

સંજેલી નગરના ડિસલેરી ફળિયાના પાછલા ભાગના રહીશો છેલ્લા 15 દિવસથી પાણી માટે વંચિત રહેતા સ્થાનિક રહીશોએ પાણીની માંગને લઈ TDOને રજુઆત કરવામાં આવી સંજેલ ગ્રામ પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવા પાંગળું પુરવાર થયું છે જેને લઈ પ્રાથમિક સુવિધાઓ માટે પ્રજાને વલખા મારવા પડી રહ્યા છે જેને લઈને રહીશોએ સંજેલી તાલુકા વિકાસ અધિકારીને નળ કનેક્શન મારફતે પાણી આપવાની માંગને લઈને આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી છેલ્લા 15 દિવસથી પાણી આવતું ન હોવાથી સ્થાનિકો અને મધ્યમ વર્ગીય,ગરીબ લોકોને દૈનિક 100 થી વધુ રૂપિયા ખર્ચે કરી પીવાનું વેચાતું પાણી લેવાનો વારો આવ્યો છે જેને લઇ સ્થાનિક રહીશોએ પાણી આપવાની માંગને લઈને તાલુકા પંચાયતના દ્વાર ખખડાવી સંજેલી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!