દાહોદ રૂરલ પોલીસે મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પડ્યું.

અજય સાસી દાહોદ

પ્રોક્રેટ કોપ એપ્લીકેશનની મદદથી મોટર સાયકલ ચોરીનો ગુનો વિકટ કરી અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીનેઝડપી પાડતી દાહોદરૂરલ પોલીસ

મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લા મે.પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તેમજ મે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ તથા દાહોદ સર્કલ પોલીસ ઇન્સ.શ્રી જે.એમ.ખોટ સાહેબ નાઓની સુચના હેઠળ મિલ્કત સબંધી મોટર સાયકલ ચોરી/ધરફોડ ચોરીના ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી માર્ગદર્શન કરેલ જે અનુસંધાને દાહોદ રૂરલ પો.સ્ટે.ના શ્રી એનએન પરમાર સિ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા શ્રી ડી.જે.પટેલ પોલીસ સબ ઈન્સ. તથા સાથેના પોલીસ માણસો ખરેડી ગામે વડલી ચોકડી રસ્તા ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ખરોદા ગામ તરફથી એક ઇસમ મોડીફાઇ કરેલી મોટર સાયકલ શંકાસ્પદ હાલતમાં આવતા તેને મોટર સાયકલ સાથે પકડી પાડેલ હોય અને તેની પાસેની મોટર સાયકલના લગાવેલ નંબર પ્લેટના રજીસ્ટ્રેશન નંબર GJ.20.AK.8318ના ઈ-ગુજકોપ પોકેટ કોપમાં ચેક કરતાં એન્જીન ચેસીસ મળતા આવતા ના હોય અને તેની પાસેથી મોટર સાયકલના આધારભુત કાગળો આર.સી. બુક તથા વિમા પોલીસી વિગેરેની માંગણી કરતાં યોગ્ય જવાબો આપેલ નહીં,જેથી મળી આવેલ મોટર સાયકલના એન્જીન નં.02K18E03742 તથા ચેસીસ નં.02K20F04269ના આધારે ઈ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલ એપ દ્વારા તપાસ કરતા તેનો સાચો રજીસ્ટ્રેશન નં.GJ.20.0.2286નો જણાઈ આવેલ જેના માલિક MANJULABEN S, NAYAK SHILENDRA SINGH NAYAK(1) AT MOTI BANDHIBAR, TA LIMAKHEDA, DAHODની હોવાનું જણાઈ આવેલ અને સદર ઇસમને પંચો રૂબરૂ મોટર સાયકલ કયા થી લાવેલ છે તે બાબતે પુછતા આજથી આશરે એક વર્ષ પહેલા દાહોદ શહેર ભગીની સમાજ પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરેલ,જેથી સદર મોટર સાયકલ કબજે લઇ ખાતરી તપાસ કરતા દાહોદ એ.ડીવીઝન પો.સ્ટે. એ.ગુ.ર.ના નં.૧૧૮૨૧૦૧૧૨૨૦૦૭૧/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ થવા પામેલ છે.આ સાથે મોડીફાઇ કરેલ હીરો કંપનીની હિરો સ્પ્લેન્ડર પ્લસ જે પોપટી કલરની ટાકી વાળી તથા કાળા કલરની સીટ વાળીજેનો એન્જીન નં.02K18E03742 તથા ચેસીસ નં.02K20F04269 રીકવર થયેલ છે. જેમાં હિતેશભાઇ શકનભાઇ જાતે ડોડીયાર ઉવ.૨૦ ધંધો મજુરી રહે.ખરોદા નવા વાસ ફળીયુ તા.જી.દાહોદ ની ધર પકડ કરેલ છે. આમ દાહોદ રૂરલ પોલીસ ને સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!