દાહોદ એલ.સી.બી.પોલીસે દેવગઢ બારીઆ થી ચાર મોટર મોટરસાયકલ સાથે બે ને ઝડપી પાડ્યા.

અજય સાસી

દાહોદ તા.૦૯

દાહોદ એલ.સી.બી. પોલીસ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ વિસ્તારમાંથી બે ઈસમોને ચોરીની ૦૪ મોટરસાઈકલ સાથે રૂા. ૩,૦૫,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.

દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દેવગઢ બારીઆ બસ સ્ટેશન ખાતે વોચ ગોઠવી ઉભી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે ઈસમો જેમાં મહમદુસરાન મહમદનિશાન મકરાણી અને મહેમુબ ઉર્ફે ઝુલ્લુ મકસુદ અરબ (મુસ્લીમ) (બંન્ને રહે. ભે દરવાજા, દેવગઢ બારીઆ, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાને ચોરીની કુલ ૦૪ મોટરસાઈકલ સાથે ઝડપી પાડી જેલ ભેગા કરી દીધાં હતાં. પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમોની સઘન પુછપરછ કરતાં ચારેય મોટરસાઈકલ પંચમહાલ, મધ્યપ્રદેશ અને વડોદરા ખાતેથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. ચોરીની કુલ ૦૪ મોટરસાઈકલની કુલ કિંમત રૂા. ૩,૦૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!