દાહોદ જિલ્લાના કિસાન ખેડૂત પ્રાણ પ્રશ્નો બાબતનું આવેદનપત્ર રજૂ કર્યું
રિપોર્ટર – શબ્બીરભાઈ સુનેલવાલા – ફતેપુરા
અખિલ ભારતીય કિસાન સભા દાહોદ જિલ્લા સમિતિ દાહોદ જિલ્લા કિસાન સભા સમિતિ દાહોદ દ્વારા મામલતદાર શ્રી ફતેપુરા આવેદનપત્ર સુપત્ર કર્યું દાહોદ જિલ્લાના કિસાન ખેડૂત પ્રાણ પ્રશ્નો બાબતનું આવેદનપત્ર રજૂ કર્યું
અખિલ ભારતીય કિસાન સભા દાહોદ જિલ્લા સમિતિ દાહોદ જિલ્લા કિસાન સભા સમિતિ દાહોદ ના પ્રમુખ સોમાભાઈ એસ ડામોર ની આગેવાની હેઠળ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદેશીને મામલતદાર ફતેપુરા મારફતે દાહોદ જિલ્લા કિસાન ખેડૂતોના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતોનું આવેદનપત્ર મામલતદાર કચેરીમાં આવીને મામલતદાર આર પી ડીંડોર ને આવેદનપત્ર રજુ કરેલ હતો આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કિસાન ખેડૂતોને ટેકાના ભાવ આપો ને કિસાન ખેડૂત એમ.એસ.પી ગેરંટી કાનુન બનાવો. આદિવાસી કિસાન ખેડૂતોને રોજગારી પૂરી પાડો નરેગા યોજનામાં કોન્ટ્રાક્ટર પદ્ધતિ રદ કરો સામૂહિક કુવાઓ કિસાન ખેડૂતોને વ્યક્તિગત આપો જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં જે કરાર પદ્ધતિ નોકરી કરે છે તે નાબૂદ કરી કાયમી શિક્ષિત બેરોજગારોને ભરતી કરો . રાધણ ગેસના બોટલ નો ભાવ 1100 છે તો તેનો ભાવ ઓછો કરી ૫૦ ટકા સબસીડી આપો. કિસાન ખેડૂતોને ખેતી વિષયક લાઈટ બિલો તથા ઘર વપરાશના લાઈટ બિલો માફ કરો તેમજ ખેતી વિષયક ના મીટરો તથા ઘર વપરાશના મીટરો કાપી નાખવામાં આવેલ છે તો આ કિસાન ખેડૂતોને ટ્રાઇબલના તાત્કાલિક મીટરો નાખો અને વીજળી કિસાન ખેડૂતોને 24 કલાક ખેતીમાં આપો અને લાઈટ બિલ કિસાન ખેડૂતોને માફ કરો જેવી વિવિધ10 માંગણીઓ સહિતનું આવેદન પત્ર મામલતદાર શ્રી ફતેપુરા ને રજૂ કરેલ હતું મામલતદાર આર પી ડીંડોર આવેદનપત્ર ઉચ્ચકક્ષાએ મોકલી આપવાની ખાતરી આપેલી હતી