ઝાલોદ પોલિસ દ્વારા ઉતરાયણને લઈ ચાઇનીઝ દોરા વેચનાર સામે લાલ આંખ.
પંકજ પંડિત
પોલિસ દ્વારા ઓચિંતી ચેકિંગ દરમિયાન કેટલીક દુકાનોમાંથી મોટા પ્રમાણમાં ચાયનીઝ દોરો પકડવામાં આવ્યો
દાહોદ જિલ્લા પોલિસ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી ચાયનીઝ દોરો ન વેચવા માટે જાહેરનામું બહાર પાડેલ છે. છતાંય દાહોદ જિલ્લામાં કેટલાક દુકાનદારો વધુ પૈસા કમાવવાની લાલચની હોડમાં દોરો વેચી રહ્યા છે.
ચાયનીઝ દોરીના લપેટમાં આવતા માનવ જીવ તેમજ પશુ પક્ષીના જીવ જોખમમાં મુકાઈ જાય છે. ચાયનીઝ દોરી થી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં માનવીના કરૂણ મોતના મામલા સામે આવેલ છે. તેથી આખા ગુજરાત સહિત દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર પણ એલર્ટ જોવા મળ્યું હતું.આખા દાહોદ જિલ્લામાં પોલિસ તંત્ર દ્વારા જાહેરનામું બહારપાડી ચાયનીઝ દોરીનાં વેચાણ તેમજ તે દોરાથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.ઝાલોદ પોલિસ પણ દાહોદ જિલ્લા પોલીસના જાહેરનામાં હેઠળ નગરમાં દોરા વેચતા વેપારીઓના ત્યાં ઓચિંતા ચેકીંગમાં પહોંચી ગયા હતા. ઘણી બધી દુકાનોમાંથી ચાયનીઝ દોરો મોટા પ્રમાણમાં પકડવામાં આવ્યો હતો.હજારો રૂપિયામાં ચાયનીઝ દોરો ઝડપાતા ઉતરાયણ પર્વ નિમિત્તે દોરા વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ઝાલોદ પોલીસ દ્વારા જાહેરનામાંનાં ભંગ બદલ ચાયનીઝ દોરો વેચતા દરેકવેપારીયો પાસેથી ચાયનીઝ દોરો પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને પોલિસ દ્વારા દરેક જાગૃત લોકોને અપીલ પણ કરાઈ છે કે ચાયનીઝ દોરો ખરીદવો નહીં અને વાપરવો નહીં તેમજ કોઈ પણ વેપારી ચાયનીઝ દોરો વેચતા દેખાય તો તેની માહિતી પોલીસ સ્ટેશને આપવા માટે અપીલ કરવામાં આવી હતી.ઝાલોદ નગરમાં ચાયનીઝ દોરી પોલિસ દ્વારા પકડવામાં આવતા ઉતરાયણના ઉત્સવ પર દોરા વેચતા દુકાનદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. કેટલાક દુકાનદારોને પોલિસ ચેકીંગમાં નીકળેલ છે તે જોઈ ચાયનીઝ દોરો સંતાડી દેવામાં આવ્યો હતો. પરંતુ ઝાલોદ પોલીસ સતર્ક જોવાતા હાલ તો ઉતરાયણ નિમિત્તે વેચાતો દોરામાં ચાયનીઝ દોરી નહીં વેચે તેવું લાગી રહ્યું છે.