ખેડાના માતર પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ

ખેડાના માતર પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખોડીયાર ચોકડી પાસે આવતા બાતમી મળેલ કે, માતર પોલીસ સ્ટેશન વિસ્તારના માતર, મોતીપુરા, જાડા વિસ્તાર સીમ ખાતે કેટલાક આરોપીઓ ભેગા મળી વિદેશી દારૂ લાવી કટીંગ કરનાર છે. જે બાતમી આધારે જગ્યાએ રેઇડ કરતા જગ્યા ઉપરથી આરોપી (૧) વરૂણ સોમબીર રઘુવીર લોચબ જાટ રહે. બુપનીયા (હરિયાણા) (૨) અનીલકુમાર દહીયા રહે.રોહના (હરિયાણા) ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોકલી આપનાર તથા ગાડીના માલીક (૩) અમીતકુમાર ઉર્ફે કાલા અશોકકુમાર દહીયા રહે.ખુરમપુર (હરિયાણા) ગાડીનો બીજો ચાલક નાશી ગએલ એ પોતાના કબ્જા વારી ટાટા ટર્બો ગાડી જેનો ઓરીજીનલ નંબર પ્લેટ કાઢી નાખી ખોટી નંબર પ્લેટ બનાવડાવી તેનો ખોટો દસ્તાવેજ બનાવી, જે રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ખોટી હોવાનુ જાણતા હોવા છતા ખોટી નંબર પ્લેટનો સાચા રજીસ્ટ્રેશન નંબર તરીકે ઉપયોગ કરી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ- ૨૦૪૦ કુલ કિ.રૂા.૩,૭૮,૦૦૦ નો પ્રોહી મુદ્દામાલ તથા એક મોબાઇલ તથા રોકડા તથા ટાટા ટર્બો ટ્રક તથા ટાટા ટર્બાને મોડીફાઇડ કરી લોખંડની બોર બનાવવાની રીંગ તથા ડીઝલ મશીન તથા પ્લાસ્ટીકની પાઇપો મળી કુલ રૂ.૧૪ લાખ૧૬ હજાર ૪૪૦ નો મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: