નડિયાદ ટ્રાન્સપોર્ટ કંપનીની પાર્ક કરેલી ટ્રકમાંથી ૧.૬૩ લાખની ચોરી
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
નડિયાદ ટ્રાન્સપોર્ટ કંપનીની પાર્ક કરેલી ટ્રકમાંથી ૧.૬૩ લાખની ચોરી
નડિયાદ કુંભાર ચાલીમાં રહેતા અનવરશા સુલતાનશા દીવાન પોતે શહેરના શેરકંઠ તળાવ પાસે શ્રી કનૈયા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં અંડ્રાઇવિંગની નોકરી કરે છે. ૫ જાન્યુઆરીના રોજ આણંદ ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી કઠલાલ, કપડવંજ, મહુધા અને નડિયાદ શહેરના વેપારીઓના માલના અલગ અલગ પાર્સલ કુલ ૧૪૩ નડિયાદ ટ્રકમાં ભરી અનવરશા મધરાતે નડિયાદ આવ્યા હતા. જ્યાં તેઓએ પોતાના ઘરની આગળ કબ્રસ્તાન ચોકડીથી સંત અંન્ના ચોકડી વચ્ચે આ ટ્રક પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે અનવરશા દિવાન પાર્ક કરેલ આઈસર ટ્રક પાસે આવતા તેઓએ વાહનના પાછળના ભાગે બાંધેલ દોરડા તથા અંદર લગાવેલ ગ્રીન નેટ કાપેલી હાલતમાં જોઈ ટ્રકમાં પાર્સની ગણતરી કરતા ૪૧ પાર્સલો ઓછા હતાં જેની અંદાજિત કિંમત રૂપિયા ૧ લાખ ૬૩ હજાર ૭૬૩ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ સમગ્ર બનાવ સંદર્ભે આજે અનવરશા દિવાને નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે