નડિયાદના વાલ્લ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ , પાસે બે મોટરસાયકલો સામસામે અથડાતાં બન્ને મોટર સાયકલ ચાલક સહિત અન્ય એક એમ કુલ 3 લોકોને ગંભીર ઈજા થઈ હતી. જેમાં એકને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું છે.
નડિયાદ તાલુકાના વાલ્લા ગામે રહેતા ભાવિનભાઈ રમેશભાઈ રાવળ તેમજ તેઓના કાકાનો દીકરો મિહિર બંન્ને પોતાના સ્વજનનું મોટરસાયકલ પર મંગળવારની રાત્રેહાથજથી વાલ્લા આવી રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતા મોટરસાયકલ ના ચાલકે ધડાકાભેર મોટરસાયકલ સાથેઅથડાવ્યું હતું. જેના કારણે આ બંને મોટરસાયકલ ચાલકો અને પાછળ બેઠેલ ત્રણેયને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય લોકોને 108 એમ્બ્યુલન્સ માં નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થેખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા ગંભીર રીતે ઘવાયેલા ભાવિનભાઈનું મોત નીપજયું હતું. જ્યારે મિહિર અને સામેવાળા મોટરસાયકલના ચાલકને એકને કરમસદની ખાનગી હોસ્પિટલતો બીજાને અમદાવાદની સિવિલહોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નડિયાદ રૂલર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


