નડિયાદના વ્યાજખોર સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
મંજીપુરા રોડ ઉપર આવેલ જય મહારાજસોસાયટીમા રહેતા જય કિશોરભાઈ દાદલાણીએ પોતાના પરિચિતમાંઆવેલા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા સંજય ઉર્ફે પીન્ટુ સુરેશભાઈ ઠાકોર પાસેથી પાચ હજાર ૨૦ ટકા ના વ્યાજે લીધા હતા. આ સમયે એક મહિનાના વાયદે ઉછીના ૫ હજાર રૂપિયા અને આ ઉપરાંત ૨૦ ટકા નો વ્યાજ આપવાનું રહેશે તેવી શરતો સંજય ઉર્ફે પીન્ટુએ મુકી હતી. જોકે આ ધિરાણ કરેલા નાણાંની મુદત પૂરી થયા બાદ પણ જય પાસે કોઈ વ્યવસ્થા ન થઈ હતી અને અને જયે આજ જેટલા રૂપિયા બે હજાર આપવા ગયા હતા. તો સંજય ઉર્ફે પીન્ટુએ કહ્યું કે મૂડી ક્યાં છે. જેથી જયએ જણાવ્યું કે હાલ મારી પાસે નથી અને ફરી જે કંઈ વ્યાજ થશે તે વ્યાજ તથા મૂડી સાથેના નાણા તમને ચૂકતે કરી આપીશ. આ બાદ આ અંગે ગતરોજ મંજીપુરા રોડ ઉપર આ સંજય ઉર્ફે પીન્ટુએ જય સાથે ઝઘડો કર્યો હતો અને વ્યાજ અને મુડી સહિત કુલ રૂપિયા 8 હજાર ચૂકવી આપવાનુ કહ્યું હતું. આથી આ સંદર્ભે આજે જય દાદલાણીએ ઉપરોક્ત નાણાં ધિરધાર કરનાર સંજય ઉર્ફે પીન્ટુ ઠાકોર સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


