ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા બાબતે પ્રતિજ્ઞા લેવડાવી…
અજય સાસી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.. સાથે સાથે અપંગ અને અતિ અપંગ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉતરાયણ પર્વ નિમિતે પ્રતિજ્ઞા લેવડાવી હતી.. જેમાં હું પતંગ ચગાવવા માટે ચાઇનીઝ કે નાયલોન દોરાનો ઉપયોગ કરીશ નહિ, હું વહેલી સવારે કે સાંજે પક્ષીઓના અવર જવરના સમયે પતંગ ચગાવિશ નહિ, હું પતંગના વપરાયેલા દોરીના ટુકડા ગુચ્છા ઓ ગમે ત્યાં ફેકિશ નહિ, હું રાત્રીના સમયે ગુબ્બારા ઉડાડીશ નહિ, હું પતંગ ચગાવતી વખતે ઊંચા અવાજે ગીતો વગાડીશ તેમજ ઘવાયેલા પક્ષીઓના કે ફસાયેલા પક્ષીઓ નજરે પડશે તો હું નજીકના દવાખાને અથવા હેલ્પલાઇન નંબર પર જાણ કરીશ … આ મુજબની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા તેમજ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો અશ્વિનભાઈ સી. સંગાડા અને રાજુભાઈ એસ. મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.