ઝાલોદ પ્રાંત કચેરીમાં મેઇન લાઇટ સપ્લાયની ડીપી બળી જતાં કામગીરી ખોરવાઈ
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ પ્રાંત કચેરીમાં લાઇટ બંધ રહેતા ઓનલાઇન કામગીરી ઠપ્પ
પ્રાંત કચેરીમાં મેઇન લાઇટ સપ્લાયની ડીપી બળી જતાં કામગીરી ખોરવાઈ
ઝાલોદ મામલતદાર કચેરી ખાતે 11-01-2023 નાં રોજથી લાઇટને લઈ અનેક કામગીરી ખોરવાઈ જવા પામી છે. મામલતદાર કચેરીની અંદર બે દિવસથી લાઇટ અપ ડાઉન થતાં આમ પ્રજાને ધક્કા ખાવા પડી રહ્યા છે.લાઇટ બંધ રહેતા ઓનલાઇન થતી દરેક કામગીરી બે દિવસથી બંધ છે. વહેલી સવારથી ગામડા માંથી કામ અર્થે આવેલ નાગરિકોને લાઇટના લીધે બે દિવસથી ધક્કા ખાવા પડી રહ્યા છે.લાઇટનું સમારકામ બે દિવસથી ચાલુ છે પણ લાઇટનું સમારકામ કરતા લોકોને કોઈ મોટો ફોલ્ટ લાગે છે. મામલતદાર કચેરીની અંદર લાઇટ સપ્લાયને લગતી મેઇન લાઇનમાં ખામી સર્જાઈ રહેલ છે. જાણવા મુજબ કચેરી ખાતેની અંદર મેઇન ડીપી બળી ગયેલ છે. કચેરી ખાતે લાઇટ રેપૈરીંગને લઈ કામગીરી ચાલુ છે પણ અનાયાસ સર્જાતી સમસ્યાને લીધે નાના-મોટા ઓનલાઇનને લગતા કામને લઈ લોકોને તકલીફ ભોગવવી પડી રહેલ છે.
લાઇટનું સમારકામ બે દિવસથી ચાલુ છે પણ લાઇટનું સમારકામ કરતા લોકોને કોઈ મોટો ફોલ્ટ લાગે છે. મામલતદાર કચેરીની અંદર લાઇટ સપ્લાયને લગતી મેઇન લાઇનમાં ખામી સર્જાઈ રહેલ છે. જાણવા મુજબ કચેરી ખાતેની અંદર મેઇન ડીપી બળી ગયેલ છે. કચેરી ખાતે લાઇટ રેપૈરીંગને લઈ કામગીરી ચાલુ છે પણ અનાયાસ સર્જાતી સમસ્યાને લીધે નાના-મોટા ઓનલાઇનને લગતા કામને લઈ લોકોને તકલીફ ભોગવવી પડી રહેલ છે.



