સ્વામી વિવેકાનંદ વિધ્યાલય દ્વારા વિવેકાનંદ જયંતી ( યુવા દિવસ ) ની ઉજવણી કરવામાં આવી.

.

પંકજ પંડિત ઝાલોદ

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ અને લીમડી સ્વામી વિવેકાનંદ વિધ્યાલય દ્વારા વિવેકાનંદ જયંતી ( યુવા દિવસ ) ની ઉજવણી કરવામાં આવી

બી.એમ.હાઈસ્કૂલ ખાતે કેળવણી મંડળના પ્રમુખ, આચાર્યો, શિક્ષકો, બાળકો અને અન્ય આગેવાનો દ્વારા વિવેકાનંદની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું

લીમડી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા બાળકોની રેલી લીમડી નગરમાં વિવેકાનંદના વિચારોના બેનર સાથે યોજાઈ

  ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્કૂલના કમ્પાઉન્ડમાં સ્કૂલના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, બાળકો તેમજ નગરના વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા વિવેકાનંદની પ્રતિમાને માલ્યાર્પણ  કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા. 

લીમડી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની એક રેલી સ્વામી વિવેકાનંદના સુંદર વિચારોના બેનર લઈ લીમડી નગરના વિવિધ માર્ગો પર રેલી નીકળી હતી. આ રેલીમાં સ્કૂલના બાળકો, આચાર્યો, શિક્ષકો તેમજ નગરના આગેવાનો જોડાયા હતા.
સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૮૬૩ માં થયો હતો. ઘરમાં માતા પિતાના સંસ્કારથી સ્વામી વિવેકાનંદને ઈશ્વરમાં લગાવ હતો અને તેઓ શરૂઆત થી ધાર્મિક પ્રવૃત્તિના હતો. વિવેકાનંદ દ્વારા સમગ્ર ભારત ખંડનું પરિભ્રમણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદ દ્વારા કેટલાક જાહેર અને ખાનગી સભાઓમાં હિન્દુ ધર્મનો બહોળો પ્રચાર કરેલ હતો. સ્વામી વિવેકાનંદ દ્વારા 1857 માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી તેનો ઉદ્દેશ હોસ્પિટલ, શાળા, કોલેજ અને સાફ સફાઈના ક્ષેત્રમાં આગળ વધવાનો હતો. સ્વામી વિવેકાનંદ એક સંત જ ન હતા તેઓ એક મહાન દેશભક્ત ,વક્તા, વિચારક, લેખક અને માનવ પ્રેમી હતા.તેઓ ખૂબ નાના જીવનમાં ભારત વર્ષને નવાં નવાં સુંદર વિચારો દ્વારા લોકોને જાગૃત કરતા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: