ખેડા પાસે મહિજ સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ખેડા ટાઉન પોલીસ સ્ટેશન હદના મહીજ સીમ,વિસ્તારમાંથી કુલ-૫ જુગારીયાઓને ઝડપી પાડી જુગારનો કેસ કરતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ
ખેડા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે મહીજ સીમ, પોપટપુરા વિસ્તારમાં કેટલાક ઇસમો ભેગા મળી ખુલ્લામાં પત્તા-પાના નો પૈસા થી હાર જીતનો જુગાર રમી રમાડે છે. પોલીસે એ જગ્યાએ રેઇડ કરતા (૧) હર્ષ પંકજભાઇ પટેલ રહે.ચોસર, ટેકરા ફળીયું, અમદાવાદ (૨) અભી ઉર્ફે અક્ષરભાઇ અશ્વિનભાઇ પટેલ રહે.ચોસર, મોટું ફળીયું અમદાવાદ (3) ચેતનભાઇ ઉર્ફે ટનાભાઇ કાંતિભાઇ પટેલ રહે.ચોસર, એકડાવાળું ફળીયું અમદાવાદ (૪) ચીરાગકુમાર બળદેવભાઇ સોલંકી રહે.ચોસર, રોહીતવાસ અમદાવાદ (૫) વિજયભાઇ ઉર્ફે ભલો મથુરભાઇ તડવી રહે.પોપટપુરા, મહીજ તા.ખેડા ને જાહેરમાં પત્તા પાના નો જુગાર રમતા મળી આવેલ તેઓની પાસેથી અંગજડતી માંથી મળેલ રોકડા રૂ. ૧૨ હજાર ૬૪૦ તથા દાવ પરથી મળી આવેલ રોકડા રૂ.૧ હજાર મળી કુલ રૂ.૧૩ હજાર ૬૪૦ ના જુગારના સાધનો સાથે પકડાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન જુગારા ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.