ઉત્તરાયણ પર્વને લઇને ખેડા જિલ્લાની ૧૦૮ ટીમ સર્તક બની છે.

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

ખેડા વિભાગમાં પાયોલટ, ડોક્ટર સહિત સ્ટાફ ખડેપગે રહેશે ઉત્તરાયણ પર્વ તહેવારને પર ૧૦૮ ઈમરજન્સીમાં માર્ગ અકસ્માત જેવા કેસોમાં વધારો થતો હોય છે. જેમાં ધાબા પર થી પડી જવાના, દોરીથી
ગળુ કપાય જવું વગેરે જેવા કેસમા નોંધ પાત્ર વધારો થતો હોય છે.તહેવારોમા પણ આવી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ખેડા જિલ્લામાં અલગ અલગ પોઇન્ટ પર ૧૮ જેટલી એમ્બ્યુલન્સને એલર્ટ કરી દેવામાં આવી છે. જે જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમા પોતાની સેવા આપશે. હાલ ખેડા વિભાગમાં પાયોલટ, ડોક્ટર સહિત ૮૫ વ્યક્તિઓનો સ્ટાફ છે જે બે દિવસ દરમિયાન ખડે પગે રહેશે. આ તમામ કર્મચારીઓએ પોતાની રજાઓ કેન્સલ કરી છે અને પોતાની ફરજ સમજીને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દરેકને સેવા આપવાતૈયારી છે. તહેવાર સમયે કેસો વધારોથતો હોય છે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે દરોજ કરતાં કેસો વધતાં હોય છે. ખાસ કરીનેદોરીથી ઘાયલ થવાના અને પડી
જવાના તેમજ અકસ્માતના બનાવોનેકારણે આ તમામ સ્ટાફ પોતાની સેવાઓ ખેડા, નડિયાદ, માતર, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા, કઠલાલ, ગળતેશ્વર અને વસો તાલુકા પંથકમાં આ તહેવાર દરમિયાન આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: