પ્રોહી પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો.

પ્રતિનિધિ ગરબાડા

ડુમકા ગામેથી 3,22,700 ના મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી ધાનપુર પોલીસ

પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સી.બી બરડા તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડુમકા ગામે સ્વીફ્ટ ગાડી માં હેરાફેરી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચની 750 મિ.લી કુલ બોટલ નંગ 96 કિંમત રૂપિયા 67,200 તથા એક સ્વીફ્ટ ગાડી જેની કિંમત ₹2,50,000 તથા બે મોબાઇલ કિંમત રૂપિયા 5,500 મળી કુલ રૂપિયા 3,22,700 નો મુદ્દામાલ બે ઈસમોને ઝડપી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી તેમના વિરુદ્ધ પ્રોહિત એક્ટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!