નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી।
સિંધુ ઉદય નીલ ડોડીયાર
નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ અને પિરામલ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ ગુરુવારે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી ડૉ. બી.સી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઇ.સી. મેમ્બર પ્રો. સંગાડા સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. પિરામલ ફાઉન્ડેશનના એ. ડી. સી. લીડર શ્રી દશરથભાઈ પટેલ તથા ગાંધી ફેલોમાં કામ કરતા સુરભીબેને વિદ્યાર્થીઓને પી.પી.ટી. દ્વારા યુવાઓને વિકસિત કરવા તથા સામાજિક ક્ષેત્રે જોડાવવાનું પ્રોત્સાહન આપ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓને યુવા શક્તિ આવનાર ભારતનું નિર્માણ કેવી રીતે કરી શકશે તે વિષય પર પોસ્ટર બનાવવા કહ્યું હતું. કોલેજના અધ્યાપક ડૉ. મુકેશભાઈ સ્વામી સાહેબે પણ વક્તા તરીકે સ્વામી વિવેકાનંદ ના જીવન કવન વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન ડૉ. ધવલ એચ. જોશી તથા ડૉ. રાજેશ વી. ભાભોરે કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ પ્રો. મેઘના કંથારિયાએ કરી હતી.