ચાઈનીઝ દોરી થી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા.
નીલ ડોડીયાર
દાહોદ તા.૧૨
દાહોદ શહેરમાંથી પસાર થતાં મુવાલીયા ક્રોસીંગ પરથી એક યુવક પોતાની મોપેડ ટુ વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યો હતો તે સમયે તેની દાઢી અને મોઢાના ભાગે પતંગની ચાઈનીઝ દોરી ફરી વળતાં ગંભીર ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે યુવકને આવતાં યુવકને ૧૪ જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી.
દાહોદ તાલુકાના મોટીસારસી ગામે રહેતાં મૃગેશભાઈ મેડા જેઓ પોતાની એક્ટીવ ટુ વ્હીલર મોપેડ લઈ દાહોદ શહેરમાંથી પસાર થતાં મુવાલીયા ક્રોસીંગ પરથી ગઈકાલે સાંજના સમયે મોટીસારસીથી ગોધરા રોડ તરફ આવી રહ્યાં હતાં તે સમયે રસ્તામાં પતંગની ચાઈનીઝ દોરી તેઓની દાઢી અને મોઢાના ભાગે ફરી વળતાં મૃગેશભાઈને મોઢાના ભાગે તથા દાઢીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને તેઓને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તબીબો દ્વારા તેઓની દાઢીના ભાગે ૧૪ જેટલાં ટાંકા લેવાની ફરજ પડી હતી ત્યારે ઈજાગ્રસ્ત પરિવારજનોના જણાવ્યાં અનુસાર, ચાઈનીઝ દોરીનું વેચાણ બંધ થવું જાેઈએ અને લોક જાગૃતિ માટે લોકોએ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પણ ઈજાગ્રસ્તના પરિવારજનો દ્વારા જાહેર જનતાને અપીલ કરી હતી.