ઝાલોદ પોલીસ દ્વારા ઉતરાયણ નિમિત્તે ચાયનીઝ દોરો ન વાપરવા માટે સ્કૂલ જઈ બાળકોને જાગૃત કરાયા.

પંકજ પડિત ઝાલોદ

ઝાલોદ પોલીસ દ્વારા ઉતરાયણ નિમિત્તે ચાયનીઝ દોરો ન વાપરવા માટે સ્કૂલ જઈ બાળકોને જાગૃત કરાયા

પી.એસ.આઈ રાઠવા અને પી.એસ.આઇ રાઠોડ દ્વારા બી.એમ.હાઈસ્કૂલની મુલાકાત કરવામાં આવી

 ગુજરાત સરકાર દ્વારા ઉતરાયણના તહેવાર નિમિત્તે વેચાતા ચાયનીઝ દોરા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.તેથી તેની કાળજી રાખી દાહોદ પોલિસના કડક આદેશ મુજબ દાહોદ જિલ્લામાં દરેક જગ્યાએ ચાયનીઝ દોરો વેચતા અને ખરીદતા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવેલ છે. ચાયનીઝ દોરીથી માણસ ગળામાં આવી જાય તો તેનું મૃત્યુ થવાનો સંભવ હોય છે અને કેટલીક જગ્યાએ આવા અણબનાવ બનવા પણ પામેલ છે. 
ઝાલોદ પોલીસ સ્ટેશનાં ડી.વાય.એસ.પી નાં માર્ગદર્શન હેઠળ નગરના પી.એસ.આઇ રાઠવા અને પી.એસ.આઈ રાઠોડ દ્વારા પતંગ દોરો વેચતા વ્યાપારીને ત્યાં ઓચિંતા ચેકિંગ દરમિયાન કેટલાક વ્યાપારિયો પાસેથી ચાયનીઝ દોરો પકડાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેર જનતાને ચાયનીઝ દોરો ન વાપરવા ઝાલોદ પોલિસ દ્વારા નગરમાં માઇક ફેરવી, નગરના આગેવાનોની મીટીંગ કરી તેમજ પતંગ દોરા વેચતા વ્યાપારીઓને સમજાવી ચાયનીઝ દોરોથી થતા નુકશાનથી માહિતગાર કરવામાં આવેલ હતા. 
આજ રોજ ઝાલોદ પી.એસ.આઇ રાઠોડ અને પી.એસ.આઇ રાઠવા દ્વારા નગરની બી.એમ.હાઈસ્કૂલ અને મણીબેન હાઈસ્કૂલમાં જઈ સ્કૂલના આચાર્યો, શિક્ષકોને સાથે રાખી બાળકોને ચાયનીઝ દોરા અને તુક્કલથી થતા નુકશાનથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને ઉતરાયણનો તહેવાર સંપૂર્ણ તકેદારી પૂર્વક ઉજવવા માટેની સમજ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!