માંડલી કુમાર છાત્રાલયમાં 15 વર્ષથી વીજ કનેક્શન વિનાની છાત્રાલય દીવા નીચે અંધારું જેવા માહોલ.
પ્ર્તિનિધિ ફરહાન પટેલ સંજેલી
સંજેલી તાલુકા ની માંડલી કુમાર છાત્રાલયમાં મદદનીશ કમિશનરે તપાસ હાથ ધરી.
મદદનીશ કમિશનરે તપાસ હાથ ધરતા કર્મચારીઓમાં ફફડાટ.
માંડલી કુમાર છાત્રાલયમાં 15 વર્ષથી વીજ કનેક્શન વિનાની છાત્રાલય દીવા નીચે અંધારું જેવા માહોલ.
છાત્રાલયના રજીસ્ટર ચોપડે વિદ્યાર્થીઓની 35 સંખ્યા ફક્ત 8 જ બાળકોની હાજરી.
સંજેલી તાલુકો આદિવાસી ધરાવતો તાલુકો છે.સંજેલી તાલુકાના માંડલી આદિવાસી વિકાસ પરિષદ સંચાલિત કુમાર છાત્રાલયમાં 15 વર્ષ થી વીજ કનેક્શન નથી તેમ જ 35 ની સંખ્યા સામે માત્ર આઠ જ બાળકોની હાજરી વહીવટ માં અનેક ગેરરીતી ની તપાસ સહિતની માંગ સાથે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાતા સંજેલી તાલુકાના માંડલી આદિવાસી વિકાસ પરિષદ સંચાલિત કુમાર છાત્રાલયમાં મદદનીશ કમિશનરે તપાસ હાથ ધરતા કર્મચારીઓમાં ફફડાટ.
સંજેલી તાલુકાના માંડલી આદિવાસી વિકાસ પરિષદ સંચાલિત કુમાર છાત્રાલયમાં વહીવટ ગૃહપતિ તરીકે રમેશભાઈ દલાભાઈ બામણીયા તરીકે ફરજ બજાવે છે. તેઓએ છાત્રાલયના વહીવટમાં અને ગેરરીતિ આચરી હોવાનું સામે આવતા અમરસિંહ ગલાભાઈ બામણીયાએ જિલ્લા કલેકટર તેમજ મદદનીશ કમિશનર આદિવાસી વિભાગ દાહોદ ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
સંજેલી તાલુકાના માંડલી ખાતે આવેલી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના માન્યતા પ્રાપ્ત ગુજરાત આદિવાસી વિકાસ વિભાગ દાહોદ સંચાલિત શ્રી આદિવાસી કુમાર છાત્રાલય માંડલી ખાતે 35 છાત્રાલયની મંજૂરી છતાં આઠ જ કુમાર અહીંયા રહે છે અને ખોટી હાજરી બતાવી ખોટો વહીવટ કરતા હોવાની સાથે છેલ્લા 15 વર્ષથી છાત્રાલયમાં વીજ પુરવઠો પણ નથી અને છાત્રાલયમાં નજીકના થાંભલા પરથી વાયર લંબાવી અને વીજ ચોરી કરી રસોઈ રૂમની ભંગાર હાલત થી બાળકોને રહેવાનો રૂમ માં રસોઈ બનાવવામાં આવે છે તેમજ બાળકોને નાસ્તો આપવામાં આવતો નથી છાત્રાલય ના ગૃહપતિ કોણ કે સંચાલક કોણ અનાજ નો પૂરતો સ્ટોક ના આપવાને કારણે યોગ્ય ભોજન પણ આપવામાં આવતું નથી પીવાની પાણીની સુવિધા નથી બાથરૂમની સ્થિતિ ખૂબ જ દૈન્ય હાલત છાત્રાલયમાં બાળકોને યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી તેમ જ છાત્રાલયની પણ બારી દરવાજા સહિતની સુવિધાઓ નો અભાવ જોવા મળી રહ્યો છે.સંસ્થા અને વહીવટ કરનાર બનાવટી ગૃહપતિ દ્વારા નાણા અને ગ્રાન્ટનો દુરુપયોગ તેમજ સમાજને વર્ષોથી નુકસાન થતું હોવાને સમસ્યાને લઇ માંડલી ગામના અમરસિંહ ગલાભાઈ બામણીયા દ્વારા જિલ્લા કલેકટરને ફોટા સહિત લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આ સંસ્થા સામે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી માન્ય તા રદ કરવા સહિતની માંગ કરવામાં આવી છે.
જવાબ… માંડલી ગામના અમરસિંહ બામણીયાની અરજી અનુસંધાને અમે રૂબરૂ તપાસ કરવામાં આવી છે અને છાત્રાલયમાં રહેવાની જમવાની જે વ્યવસ્થા છે તેનું મેં ઇન્સ્પેક્શન કર્યું છે આ બાબતે લેખિત નિવેદન પણ લીધું છે હવે અમે ઓફિસલ કાર્યવાહી કરીશું. મદદનીશ કમિશનર