વડતાલ મંદિર દ્વારા વિદ્યાર્થી ઓ ને પતંગ ચીક્કી વિતરણ કરવામાં આવ્યું.

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

વડતાલ મંદિર દ્વારા વિદ્યાર્થી ઓ ને પતંગ ચીક્કી વિતરણ કરવામાં આવ્યું

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ ગોકુલધામ નાર સ્વામિનારાયણ ગુરુકુળ ના સુકદેવ સ્વામી ના સૌજન્યથી વડતાલની કુમાર અનેકન્યાશાળામાં. લક્ષ્મી નારાયણ હાઈ સ્કુલ તથા અન્ય સ્કુલ માં અભ્યાસ કરતા ૨ હજાર થી વધુ વિદ્યાર્થીઓને પતંગ અને ચિક્કી, બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર ના કોઠારી ડો.સંત સ્વામી એ વિદ્યાર્થીઓ ને ચાઇનીઝ દોરી નો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.અને મકાન પર પતંગ પકડવા ન દોડવા. તથા વીજ લાઈન થી દુર રહેવા જણાવ્યું હતું. સાથે સાથે સાંજે ધાબા પરથી નીચે આવો ત્યારે દોરી ના ટુકડા લાવી નાશ કરવા જણાવ્યું હતું. વડતાલ મંદિરના વહિવટી સહયોગી પૂજ્ય મુનિવલ્લભ સ્વામી, શ્યામવલ્લભ સ્વામી, ઉપરાંત કેતનભાઇ પટેલ USA અનેપ્રિતેશભાઇ પટેલ તથા જીગ્ગુભાઇ પટેલનાહસ્તે આ પતંગ વિતરણ થયું હતું:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: