વાહન ચોરીનો અનડિટેકટ ગુનો ડિટેકટ કરવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી।
પથિક સુતરીયા દે.બારિયા
પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી રણધીકપુર પો.સ્ટે.વિસ્તારના વાહન ચોરીના અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી મો.સા.કિ.રુ .૩૦,૦૦૦ / -ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ નાઓએ જીલ્લામા વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા ટીમો બનાવી પોકેટ કોપના માધ્યમથી વાહન ચેકીંગની ઝુંબેશ હાથ ધરવા સારુ જિલ્લા એલ.સી.બી.ની ટીમને જરુરી સુચના અને માર્ગદર્શન કરેલ . જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફની ટીમો વાહન ચોરીના ગુનાઓમા સંડોવાયેલ આરોપીઓ તેમજ વાહન ચોરીના ગુનાઓની ગેંગના સાગરીતોની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી . દરમ્યાન એલ.સી.બી. , પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.કે.ખાંટ નાઓની સુચના મુજબ ગઇકાલ એલ.સી.બી. , પો.સ.ઇ.શ્રી આર.બી.ઝાલા તથા એલ.સી.બી. ટીમ દેવ.બારીયા પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા નિકળેલ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે , અલ્કેશ શનાભાઇ પટેલ રહે.ભડભા નિશાળ ફળીયા તા.દેવ.બારીયા જી.દાહોદનો જમરાસીયા ચોકડી તરફ એક શકમદ નંબર વગરની હિરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા.લઇ આવવાનો છે . જે આધારે વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી સદરી ઇસમને મો.સા.સાથે ઝડપી પાડી મો.સા.ના કાગળો માગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવી કોઇ સંતોષકારક જવાબ નહી આપેલ જેથી તેની પાસેની મો.સા.જોતા નંબર વગરની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેનો એન્જીન નં . HA10AGJ5B10753 તથા ચેચીસ નંબર MBLHAR07J5B07265 નો જણાઇ આવતા એન્જીન તથા ચેચીસ નંબર આધારે ઇ.ગુજકોપ એપ્લીકેશન ધ્વારા સર્ચ કરતા રજી નંબર GJ – 20 – AJ – 0580 નો જણાયેલ . જેથી મો.સા.ચાલકની ઘનિષ્ઠ પૂછપરછ કરતા મો.સા.ના કાગળો પોતાની પાસે નહી હોવાનું જણાવતા સદરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દેવ.બારીયા પો.સ્ટે.સોંપવા તજવીજ કરેલ . પકડાયેલ આરોપીનુ નામ અલ્કેશભાઇ શનાભાઇ પટેલ ટેલ રહે.ભડભા નિશાળ ફળીયા તા.દેવ.બારીયા જી.દાહોદ અ.નં 1 . દાહોદ LICE કબ્જે કરેલ મુદ્દામાલ વાહન જેની કબુલાત આધારે નીચે મુજબનો અનડિટેકટ પો.સ્ટે . ગુ.૨.નં / કલમ રણધીકપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં , ૦૦૦૭ / ૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ નંબર વગરની સ્પ્લેન્ડર પ્લસ મો.સા.જેના એન્જીન તથા ચેચીસ નંબર આધારે તપાસ કરતા સાચો રજી.નં. GJ – 20 – AJ – 0580 કિ.રુ .૩૦,૦૦૦ / આમ , પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી રણધીકપુર પો.સ્ટે.વાહન ચોરીના અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી મો.સા.કિ.રુ .૩૦,૦૦૦ / -ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી વાહન ચોરીનો અનડિટેકટ ગુનો ડિટેકટ કરવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે . ગુનો ડિટેકટ થવા પામેલ છે .