દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણને ઈજા
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ વાહન ચાલકનોની ગફલતના કારણએ સર્જાયેલ માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ જેટલા વ્યÂક્તઓને શરીરે ઈજાઓ થયાનું જાણવા મળે છે જ્યારે એક બનાવમાં એક વાહન ચાલકને ફટકાર્યાે હોવાનુ પણ બહાર આવવા પામ્યું છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના વરમખેડા ગામે બનવા પામ્યો હતો જેમાં એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે મેડા ફળિયામાં રહેતા ચંદ્રસિંહ રમણભાઈ ગણાવાની મોટરસાઈકલને અડફેટમાં લઈ મોટરસાઈકલને નુકસાન પહોંચાડ્યું હતુ અને એકદમ ઉશ્કેરાયેલ ટ્રેક્ટરના ચાલકે મોટરસાઈકલ ચાલક ચંદ્રસિંહ રમણભાઈ ગણાવાને ગડદાપાટ્ટુનો માર પણ મારતાં આ સંબંધે ચંદ્રસિંહ રમણભાઈ ગણાવાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજા બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે બનવા પામ્યો હતો જેમાં એક એક્ટીવા ટુ વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની એક્ટીવા ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતા જતાં લીમખેડા તાલુકાના દુધીયા ગામે તલાવ ફળિયામાં રહેતા સુરેખાબેન રમેશભાઈ પીઠાયાને અડફેટમાં લેતા સુરેખાબેનને નાની મોટી ઈજાઓ પહોંચાડી એક્ટીવા ટુવ્હીલર ગાડીનો ચાલક નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સુરેખાબેન રમેશભાઈ પીઠાયાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજા બનાવ દાહોદ તાલુકાના સારસી ગામે બનવા પામ્યો હતો જેમાં એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દાહોદ તાલુકાના મોટી સારસી ગામે બજરંગ સોસાયટીમાં રહેતા દયાશંકર રાજદેવ ચૌબેની એક્ટીવા ટુ વ્હીલર ગાડીને અડફેટમાં લેતા દયાશંકર રાજદેવ ચૌબેને પગના થાપાના ભાગે ફેક્ચર થવા પામ્યું હતુ. આ સંબંધે દાહોદ તાલુકાના મોટી સારસી ગામે બજરંગ સોસાયટીમાં રહેતા દિપક ઓમપ્રકાશ ચૌબે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.