દાહોદ શહેરમાં રાજપુત સમાજ દ્વારા દશેરા તહેવારના પાવન અવસરે શત્ર પુજન
દાહોદ તા.૧૮
દાહોદ શહેરમાં રાજપુત સમાજ દ્વારા દશેરા તહેવારના પાવન અવસરે શ† પુજન(Sastra Poojan),સ્ટેજ પ્રોગ્રામ, બાઈક શોભાયાત્રા તેમજ ભોજન સમારંભ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્ય હતુ. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સહિત જિલ્લા બહારના રાજપુત સમાજના અગ્રણીઓ,મહિલા,પુરૂષ તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.
દશેરા તહેવારના પાવન અવસરે રાજપુત સમાજ દ્વારા દાહોદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ પ્રસંગ પાર્ટી પ્લોટ(ટોપી હોલ),દાહોદ ખાતે યોજાયો હતો જેમાં સૌપ્રથમ સવારે ૧૦ કલાકે સ્ટેજ પ્રોગ્રામ, બાદમાં બપોરના ૧૨ કલાકે શ† પુજન(Sastra Poojan), બપોરે ૨ વાગ્યે બાઈક શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રા પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતેથી નીકળી શહેરના વિવિધ માર્ગાે ઉપરથી પસાર થઈ હતી અને બાદમાં પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે પરત ફરી હતી.શોભાયામાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત લોકો જાડાયા હતા ત્યાર બાદ સાંજના ૩ કલાકેથી પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે સમાજનુ સમુહ ભોજન પણ યોજાયુ હતુ.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ,મોટડી સ્ટેટ,જાગીરદાર ધાગંધ્રા,મહામંત્રી અખિલ ભારતીય ક્ષત્રીય મંચ, ગુજરાત કરણી સેનાના ઉપાધ્યક્ષ, ગુજરાત સૌરાષ્ટ્ર ઝોન ઉપાધ્યક્ષ તથા રાજપુત કરણી સેનાના ઉપાધ્યક્ષ વિગેરે પણ આ તમામ કાર્યક્રમમાં જાડાયા હતા.