ઉતરાયણ પર્વ નિમિતે સોશિયલ મીડિયાના માધ્યમથી દાન એકઠું કરીને અનાથ બાળકોને મદદ કરતા ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક.

અજય સાસી ફરહાન પટેલ

સંજેલી તાલુકામાં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ.મકવાણા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઉતરાયણના પવિત્ર તહેવાર પર અનાથ બાળકોને મદદ કરવાના હેતુસર દાન એકઠું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં અનાથ બાળકો માટે ૨૧ જેટલા લોકોએ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે મદદ કરી છે.. જેવા કે ડામોર નીરવભાઈ એમ ,નાયકા રસિકભાઈ, ભેદી કનૈયાલાલ એલ ૫૦૧, ડામોર રાહુલભાઈ, મકવાણા ગીરીશભાઈ ૨૫૧, સેલોત શૈલેષભાઈ, જયશ્રી પટેલ, પલાસ પ્રકાશભાઈ, બામણીયા ગુલાબસિંહ,શૈલેષભાઈ ડામોર ૨૦૧, રાકેશભાઈ ખાંટ, આશારામ બચુમલ મોતીજાણી, બામણીયા મયંકભાઇ કટારા ૧૧૧, મકવાણા અમિતભાઈ, સંગાડા અશોકભાઈ, મકવાણા જયેશભાઈ, પલાશ સતિષભાઈ, બારીયા અરવિંદભાઈ, રાઠોડ ચંદનસિંહ, બારીયા સુરેન્દ્રસિંહ ૧૦૧ અને સંજેલી થી નામ ન જણાવવાની શરતે ૫૧૦૦ જેટલું દાન મળેલ છે અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૦૫ રૂપિયા જેટલું અને કુલ રોકડ દાન ૧૧૦૦૦ જેટલું ઉતરાયણ પર્વ નિમિતે અનાથ બાળકોને મદદ કરવાની ભાવના સાથે દાન આપ્યું હતું.. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ.મકવાણા દાન આપનાર તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને આ રકમથી શૈક્ષણિક સામગ્રી ખરીદી કરીને અને યુનિફોર્મ લાવીને અનાથ બાળકોને આપવામાં આવશે એમ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી ના સભ્ય શ્રી અશ્વિનભાઈ સી. સંગાડા જણાવ્યું હતું કે કોઈ અનાથ બાળકો હોય તો અમને જાણ કરવી એવી અપીલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: