દાહોદ જિલ્લાના પુર્વ સાંસદ ર્ડા.પ્રભાબેન તાવીયાડ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને શાળાઓ બંધ ન કરવા અંપીલ
દાહોદ તા.૨૯
આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટીટોડી આશ્રમ શાળાની મુલાકાતે આવ્યા હતા અને જ્યાં પુ.ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ પણ લીધો હતો. આ પ્રસંગ દરમ્યાન દાહોદ જિલ્લાના પુર્વ સાંસદ ર્ડા.પ્રભાબેન તાવીયાડ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતો એક પત્ર સુપરત કરવામાં આવ્યો હતો જેમાં આદિવાસી વિસ્તારની શાળાઓ બંધ ન કરવા અપીલ કરી હતી.
દાહોદ જિલ્લાના પુર્વ સાંસદ ર્ડા.પ્રભાબેન તાવીયાડ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી લખવામાં આવેલ પત્રમાં પત્રમાં જણાવ્યા અનુસાર, પુ.ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતિમાં પધારો છો તે આનંદની વાત છે, કારણ કે, ઠક્કર બાપાએ આધિવાસી જિલ્લામાં ગામડે ગામડે આશ્રમશાળાઓ ખોલી
આભાર – નિહારીકા રવિયા આદિવાસીઓને ભણતા કર્યા અને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયત્ન કર્યાે છે તે ખુબ ગર્વની વાત છે. વધુમાં જણાવ્યા અનુસાર, સરકાર આધિવાસી વિસ્તારમાં આવેલી પ્રાથમીક શાળાઓને બંધ ના કરે. દાહોદ જિલ્લામાં પણ ૩૦૦ થી વધારે શાળાઓ બંધ થવાના સમાચાર છે. શાળા બંધ થશે તો આદિવાસી બાળકોનું ભણતર અને જીવન અંધકાર મય બની જશે માટે શાળાઓ બંધ ન કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપીલ કરવામાં આવી છે.