દાહોદ જિલ્લાના સંજેલી મુકામે એક જ પરિવારના ૬ સભ્યોનો સામુહીક હત્યાકાંડથી દાહોદ જિલ્લામાં ખળભળાટ

દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લા સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે વહેલી સવારનો ચકચારી બનાવ સામે આવતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ પરિવારના ૬ વ્યÂક્તઓના નરસંહારની ઘટનાને પગલે તાબડતોડ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એક દંપતિ સહિત ૪ બાળકોને કુહાડી જેવા તીક્ષ ધારદાર હથીયાર વડે ગળાં વીંછી નાંખી મોતને ઘાટ ઉતાર્યાની આ ઘટના સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ચર્ચાનો ચકડોળે ચઢેલ છે. આ નરસંહારના પગલે પોલીસ તંત્ર સહિત ઉચ્ચ અધિકારી એલર્ટ થઈ ગયા છે. હત્યા કોણે કરી?, કયાં કારણોસર હત્યા કરવામાં આવી? જેવા અનેક પ્રશ્નો હાલ લોક માનસમાં ઉદ્‌ભવવા પામ્યા છે. આ જ પરિવારનો એક કુંટુમ્બના વધુ એક વ્યÂક્તની લાશ મોરબીના રેલ્વે ટ્રેક ઉપરથી કપાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવતાં આ ઘટનામાં અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે.
એક પરિવાર જ્યારે રાત્રીના સમયે પોતાના ઘરમાં મીંઠી નિંદર માણી રહ્યો હોય અને આવતીકાલે શું થશે? અને સવારનો સુરજ જાઈ શકશે કે નહીં? તેવા વિચાર કર્યા વગર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરકડા મહુડી ગામના રહેવાસી ભરતભાઈ કડકીયાભાઈ પલાસ (ઉ.વ.૪૦), તેમની પÂત્ન સમીબેન ભરતભાઈ પલાસ (ઉ.વ.૪૦) તથા આ દંપતિના વ્હાલ સોયા સંતાન એવા દિપીકાબેન (ઉ.વ.૧૨), હેમરાજભાઈ (ઉ.વ.૧૦), દિપેશભાઈ (ઉ.વ.૮) અને રવીભાઈ (ઉ.વ.૬) એમ આ એક દંપતિ પોતાના ચાર માસુમ બાળકો સાથે ગતરોજ રાત્રીના સમયે પોતાના ઘરમાં જમી પરવારી મીઠી નિંદર માણી રહ્યા હતા. સવારમાં જ્યારે ગામના વ્યÂક્તઓ દ્વારા ૬ વ્યÂક્તઓની ગળા કાપેલ હાલતમાં લાશો જાતા લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઉપÂસ્થત સૌ કોઈનું હ્‌દય હચમચી ઉઠ્યુ હતુ. ઉપÂસ્થત સૌ કોઈમાં એક જ પ્રશ્ન કે આ બન્યુ કેવી રીતે? કોણે કર્યું? શા માટે નર સંહાર કરવામાં આવ્યો ? આવા અનેક સવાલો વચ્ચે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો અને વહેલી સવારના રોજ દાહોદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો જેમાં દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જાયસર તથા રેન્જ આઈ.જી.એમ.એસ.ભરાડાની ટીમ ઘટના સ્થળે દોડી જઈ Âસ્થતીને જાતા પોલીસ તંત્ર પણ હચમચી ઉઠ્યું હતુ. એક દંપતિ સહિત તેમના ૪ બાળકોની ગળા કાપેલ હાલતમાં ખાટલા, પલંગ પર જ લાશના દ્રશ્યો જાતા અને ખુનના ખાબોચીયા જાતા સૌ કોઈના હ્‌દય હચમચી ઉઠ્યા હતા. આ ઘટના વધુ એક વળાંક આવતાં આ જ કુટુંબના વધુ એક વ્યÂક્ત વિક્રમભાઈ ચુનીલાલ પલાસ (ઉ.વ.૨૨) ની લાશ મોરબી મુકામેથી મળી આવી છે. ૬ વ્યÂક્તઓની લાશ સંજેલી મુકામે અને ૧ ની લાશ મોરબી મુકામેથી? આ પ્રશ્નો વચ્ચે અનેક રહસ્યો સર્જાવા પામ્યા છે.
હાલ તો પોલીસે ઉપરોક્ત ૬ વ્યÂક્તઓની લાશનો કબજા લઈ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપી દાહોદ જિલ્લામાં સઘન પેટ્રોલીંગ સહિત નાકાબંધી કરી દેવામાં આવી છે અને આ ઘટનામાં ઉચ્ચસ્તરીય તપાસના આદેશો તેવી Âસ્થતીએ નિર્માણ લીધુ છે. હવે જાવુ એ રહ્યુ કે પોલીસ તંત્ર આ નરસંહાર પાછળનુ કારણ અને તેની પાછળ કસુરવારોને શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરશે કે કેમ? તે જાવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!