મહિલાને ગઠિયાએ મેસેજ મોકલી રૂ.૨.૫૪ લાખ ઉપાડી લીધી.
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
નડિયાદ પશ્ચિમમાં મહિલાને ગઠીયાએ મેસેજ મોકલીકહ્યું તમારૂ વીજ બીલ બાકી છે. મહિલાએ ફોન કરતાં એપ્લીકેશનડાઉનલોડ કરાવી ખાતામાંથી રૂપિયા૨.૫૪ લાખ ઉપાડી લીધા હતા.નડિયાદ પશ્ચિમના વલ્લભનગરવિસ્તારમાં રહેતાસોનલબેન કીર્તિકુમાર પટેલ ગત ૧૯ મીનવેમ્બરના રોજ અજાણ્યા નંબરઉપરથી મોબાઇલ ફોન પરઅંગ્રેજીમાં મેસેજ આવેલો જેમાંજણાવ્યું હતું કે, લાઈટ બીલ નહીં ભરવાના કારણે આજે રાત્રે તમારું વીજ કનેક્શન કપાઈ જશે. જેથી સોનલબેન ગભરાયા હતા અને સામે આવેલા નંબર પર ફોન કર્યો હતો.અને સામેવાળી વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરતાં પોતાની ઓળખ વીજ કંપનીમાંથી બોલું છું તેમ કહી વોટ્સએપ મારફતે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફોન ચાલુ રાખી અને તેમના એકાઉન્ટ નંબર તથા ક્રેડિટ કાર્ડ નંબર અને ડીટેલ મેળવી ત્યારબાદ તેમની દીકરીના પણ એકાઉન્ટ નંબર મેળવી દીધો હતો. આ બાદ ગઠીયાએ જણાવ્યું કે ‘આપકા કામ હો ગયા’ તેમ કહી ફોન કટ કરી દીધો થોડીવારમાં જ બેંકમાંથી મેસેજ આવ્યો રૂપિયા ૯૯ હજાર ઉપડી ગયા. તુરંત સોનલ બેને પોતાનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધું હતું. આ બાદ બીજા દિવસે ચેક કરતા તેમની દીકરીના એકાઉન્ટમાથી પણ નાણા કપાયા હોવાની માહિતી મળી હતી. આમ ગઠીયાએ કુલ રૂપિયા ૨ લાખ ૫૪ હજાર ૪૩૬ ઉપાડી દીધા હતા. આ સમગ્ર મામલે સોનલબેન પટેલે ગતરોજ નડિયાદ પશ્ચિમ પોલીસમાં અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે.


