ઝાલોદ નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર વારંવાર રજા પર રહેતા રામભરોષે ચાલતો નગરપાલિકાનો વહીવટ.
પંકજ પંડિત ઝાલોદ
અવેજીમાં આવેલ ચીફ ઓફિસર દ્વારા અગત્યના નિર્ણયો લેવાતા નથી તેથી વિકાશના કાર્યો થતાં નથી
નગરપાલિકાના ચીફ ઓફિસરની નિમણૂકમાં સત્તાવાર આર.સી.એમ શાખા દ્વારા કાળજી ન રખાતી હોવાનું લોકોમાં થતી ચર્ચા
ઝાલોદ નગરમાં સત્તાવાર કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થયેલ હોવા છતાય, કાયમી ચીફ ઓફિસર જે છે તેઓ કોઈને કોઈ અંગત કારણોસર રજા મૂકી દે છે અને નગરપાલિકાનો વહીવટ સંભાળતા નથી. કાયમી ચીફ ઓફીસર રજા પર રહેતા તેમની જગ્યાએ અવેજીમાં આવેલ ચીફ ઓફિસર અહીંયાં કાયમ રહેતા નથી એટલે નગરના ઘણા બધા વિકાશને લગતા કામો અટવાઈ રહેલ છે.
તારીખ 13-01-2023 નાં રોજ કાયમી ચીફ ઓફિસરની રજા પુરી થઇ ગઇ છે. છતાય કાયમી ચીફ ઓફિસર હાજર ન થતાં નગરપાલિકામાં હાલ રામભરોષે ચાલી રહી હોય એમ નગરજનોને લાગી રહ્યું છે.
નગરપાલિકામાં દાખલાઓ, જન્મ મરણના દાખલાઓ જેવા અનેક કાયમી થતાં કામો પણ હવે અટવાઈ રહેલા છે જેથી અનેક લોકો નગરપાલિકાના ધક્કા ખાતા જોવાઈ રહેલ છે.
નગરપાલિકા દ્વારા કરોડોના ટેન્ડરો દ્વારા નગરના વિકાશના કાર્યો ન થતાં હોય તેવું લોકોને લાગી રહ્યું છે, ઓનલાઈન આવેલ ટેન્ડરોને પણ હજુ મંજૂરી નથી મળી એવું લોકમુખે ચર્ચા થઈ રહેલ છે. નવા જૂના તેમજ ન ખૂલેલા કેટલાય ટેન્ડરોના કામો જે કરોડોમાં છે તે દરેક અટવાતા નગરજનોમાં ચીફ ઓફિસરને લઈ નારાજગી જોવા મળી રહી છે.
નગરપાલિકાની ઉપર દેખરેખ રાખતી આર.સી.એમ શાખા પણ આંખો બંધ કરી આ બધું જોઈ રહી છે અને કોઈ પણ સત્તાવાર રીતે નિર્ણય લેતી નથી જો કાયમી ચીફ ઓફિસર કામ નથી કરતા તો તેમની જગ્યાએ બીજા નવાં કાયમી ચીફ ઓફિસર આર.સી.એમ શાખા દ્વારા નિમવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.