ફતેપુરા અને ઝાલોદ વિધાનસભા માં ડબલ એન્જિનની સરકાર છે. હવે ડબલ વિકાસ થશે:રમેશભાઈ કટારા.
પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા
પ્રજાએ વોટ આપીને ફરજ પૂર્ણ કરી હવે અમે વિકાસ ના કામો પૂર્ણ કરીશું: મહેશભાઈ ભુરીયા*
સંજેલીના ગરાડીયા ગામે બંને ધારાસભ્યો નો સન્માન કાર્યક્રમ યોજાયો*
ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય નો સન્માન કાર્યક્રમ સંજેલી તાલુકાના ગરાડિયા ગામે યોજાયો હતો. જેમાં ગ્રામજનો દ્વારા બંને ધારાસભ્યોનું સન્માન કરાયું હતું સંજેલી તાલુકાના ગરાડીયા ગામે સોમવારના રોજ ફતેપુરા અને ઝાલોદ વિધાનસભાના ધારાસભ્યો નો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દાહોદ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ કટારા દ્વારા સમસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા અને ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા ને કુલહાર પહેરાવી સાલ ઓઢાડી ચાંદીનું ભર્યું પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પણ બંને ધારાસભ્યનું સન્માન કરાયું હતું કાર્યક્રમમાં ધારાસભ્યોએ જણાવ્યું હતું કે પ્રજાએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમોને જંગી બહુમતીથી જીતાડ્યા છે પ્રજાએ તેમની ફરજ પૂર્ણ કરી છે અને હવે આમાં પણ દરેક કામોમાં વિકાસ કામો કરીને અમારી ફરજ પૂર્ણ કરીશું રાજ્ય અને કેન્દ્રમાં ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્ર ભાઈ ની ડબલ એન્જિન વાળી સરકાર છે તેમ જ ફતેપુરામાં રમેશભાઈ અને ઝાલોદમાં મહેશભાઈ ની ડબલ એન્જિન વાળી સરકાર છે ફતેપુરા વિધાનસભા વિસ્તારનો સંધેલી તાલુકો અગાઉ ઝાલોદ વિધાનસભામાં હતો જેમાં અગાઉ મહેશભાઈ ભુરીયા ધારાસભ્ય તરીકે અગાઉ હતા. જેથી બંને ધારાસભ્ય નો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ય હતા.