વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ તેમજ ગ્રામજનોએ મળી ગરાડું ખાતે મંદિરનું ભૂમિ પૂજન કર્યું.

પ્ર્તિનિધિ પ્રવીણ કલાલ ફતેહપુરા

આજરોજ ઝાલોદ પ્રખંડના ગરાડુ ગામે આવા જ એક મંદિરનુ ભુમિપુજન ગામ લોકોએ કર્યુ હતુ. ગરાડુ ગામે હિન્દુ ધર્મના અનેક લોકોના પ્રિય અને પુજનીય એવા શ્રી રામ ભક્ત હનુમાનજી ના મંદિરનુ ભુમિપુજન આજરોજ કરવામા આવ્યુ હતુ

      પવિત્ર પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લાના શ્રી મનિષભાઈ પંચાલ જીલ્લા સહમંત્રી તથા  પ્રવિણભાઇ કલાલ જીલ્લા મઠ મંદિર સંયોજક ખાસ ઉપસ્થિત રહી ગામ લોકો અને અહીંના ભક્તજનો માટે પ્રેરણારુપ બન્યા હતા  પુ.હનુમાન એટલે ભક્તિ, શક્તિ અને વિશ્વાસ નુ પ્રતિક છે 

        શ્રી રામ ની ભક્તિ કેવી હોય તે તેમણે પોતાના જાતના આચરણો થકી સમજાવી છાતી ચીરીને જાણે જગતને રામ દેખાડ્યા.... જ્યાં સુધી શ્રી હનુમાનજી અને માં શબરી જેવા દેવતાઓ સમાજનુ આદર્શ બનશે તેમના મંદિરો બાંધવા લોકો ખંતથી લાગી પડશે જન જનમા શ્રી રામ નો આદર્શ હશે દુનિયાના કોઈની તાકાત નથી કે ધર્માન્તરણ કરી શકે. આજના આ કાર્યક્રમ મા મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કમલેશભાઈ ચૌહાણ શ્રી ભરતભાઈ શ્રીમાળી તેમજ અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે એ ઉલ્લેખ કરવો ખુબજ જરુરી છે કે ગામલોકોની આસ્થા અને સનાતન સંસ્કૃતિ પરંપરાના વિકાસ અને રક્ષામાટે ગામના જ શ્રી હરીશભાઈ કલાલ તથા શ્રી લક્ષ્મણભાઈ કલારા જેવા લોકોનો સહયોગ મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: