મકાન અને વ્યાજ આપવા છતાં ધમકી મળતા ફરિયાદ
અમિત પરમાર બુરોચિફ મહીસાગર
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજખોરીનો ગેરકાયેદસર ધંધો કરતાં ઈસમોનો રાફડો ફાટ્યો ચે ત્યારે બીજી તરફ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો દ્વારા પીડીતોના મકાનો કબજે કરી ઉંચા વ્યાજદરો પણ વસુલ કરી રહ્યાં છે ત્યારે આવી ફરિયાદો મહીસાગર પોલીસ મથકોમાં નોંધાંવા પામી છે.
મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમોનો આ ધંધો ફુલ્યો ફાલ્યો રહેતો આવ્યો છે. ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો સામે પોલીસ મથકોએ અનેક ફરિયાદો સહિત અરજી પણ આવી છે ત્યારે લુણાવાડાના ગેગડીયા ગામની ઘટના સામે આવી છે જેમાં એક પટેલ પરિવારને ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો દ્વારા પટેલ પરિવારને ધાકધમકીઓ આપી તેઓના મકાનનો કબજે કરી તેઓની પાસેથી ઉંચા વ્યાજદરે નાણાં વસુલી રહ્યાં છે. આ મામલે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવા પામી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બીજી તરફ આવા ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો સામે અવાજ ઉઠાવવા પોલીસે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.


