મહેમદાવાદ પોલીસે ૨.૩૦ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો છે

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

મહેમદાવાદ પોલીસે ૨.૩૦ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો છે.

પોલીસે રૂદણ ગામેથી ચોરી કરનાર અશોક ઉર્ફે કનુ રયજીભાઈ સોલંકીની ધરપકડ કરી છે અને ચોરી મામલે પૂછપરછ કરતા તેણે સાતથી વધુ ચોરી કરી હોવાનું ખુલાસો થયો છે. જેમાં મોબાઇલની
ચિલઝડપ, ચેઈન સ્નેચિગ,બેટરીઓની ચોરી, સોલર પેનલ સહિતની ચોરીનો સમાવેશ થાય છે.પોલીસને ૨ લાખથી વધનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી અશોક ઉર્ફે કનુ રીઢો ગુનેગાર
હોવાનો પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે. તે પોતે પાન, બીડીની દુકાનો તોડવી, એકલદોકલ ગામડાની મહિલાનો એકલતાનો લાભ લઈ ચેઈન સ્નેચિગ, રાત્રે સુતેલા વ્યક્તિઓનો મોબાઇલ ચોરી
કરવી વગેરે મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. પોલીસે મહેમદાવાદ પંથકમાં નોંધાયેલા સાત ગુનાઓના ભેદ ઉકેલી લીધો છે અને ઝડપાયેલા તસ્કર પાસેથી રૂપિયા ૨ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: