ઠાસરાના આગરવા ગામે કપીરાજના બે બચ્ચાનુ રેસ્કયૂ કરાયું.
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
ઠાસરાના આગરવા ગામે ૮૦ ફુટ ઊંડા કુવામાં ખાબકેલા બે કપીરાજના બચ્ચાનુ રેસ્કયુ કરી નવુ જીવીનદાન આપવામાં આવ્યું છે. ફ્રેન્ડસ ઓફ એનિમલ્સની ટીમ અને સ્થાનિકો દ્વારા કલાકોની જહેમત
બાદ આ કપીરાજના બચ્ચાનુ રેસ્કયુકરાયું છે.ઠાસરા તાલુકાના આગરવા ગામનાપંચાયતના કુવામાં બે કપીરાજના બચ્ચા પડી ગયા હતા. તેથી ગામના જાગૃત નાગરિક અશ્વિનભાઇ પરમારે ત્યાંના ફોરેસ્ટર કમલેશભાઈને જાણકરી તેમને સ્થાનિક એન.જી.ઓ.ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ ને જાણ કરી એન.જી.ઓ ના પ્રમુખ રામસિંહભાઈ તેમની ટીમ સાથે ત્યાં પહોંચ્યા. તો આશરે ૮૦ ફુટ ઊંડા કુવામાં બે વાનરના બચ્ચા પડ્યા હતા. ચાર કલાકની ભારે જહેમત બાદ તેમની ટીમના પ્રયત્નથી સહી સલામત રીતે બન્ને બચ્ચાને કૂવામાંથી કાઢવામાં આવ્યાછે. તેની પ્રાથમિક ઉપચાર કરી છોડી દેવામાં આવ્યા છે.