મહીસાગર જિલ્લાના લુણાવાડા એસ.ટી. ડેપોમાં ડીઝલના અભાવે મોટાભાગના એસ.ટી. વિભાગના રૂટો રદ્દ.
અમિત પરમ્મર બ્યુરો ચીફ મહીસાગર
મહીસાગર જિલ્લાના લુણાવાડા એસ.ટી. ડેપોમાં ડીઝલના અભાવે મોટાભાગના એસ.ટી. વિભાગના રૂટો રદ્દ થયા હોવાનું જાણવા મળે છે. ડીઝલના અભાવે બસના પૈડા થંભી જવા પામ્યાં છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એસ.ટી. વિભાગની ઘોર બેદરકારીને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જેમાં લુણાવાડાના એસ.ટી. ડેપોમાં ડીઝલના અભાવે મોટા ભાગના બસના રૂટો રદ થવા પામ્યાં છે. લુણાવાડા બસ સ્ટેશન ખાતે મોટી સંખ્યમાં મુસાફરોનો ઘસારો જાેવા મળી રહ્યો છે. બસની રાહ જાેઈ મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ઘણા મુસાફરો મજબુરી વશ ખાનગી વાહનોનો સહારો લેવા મજબુર બન્યાં છે. અમદાવાદ, બરોડા અને ગ્રામ્ય વિસ્તારોના રૂટ બંધ થઈ ગયાં છે ત્યારે લુણાવાડા એસ.ટી. વિભાગ દ્વારા વહેલામાં વહેલા ડીઝલની પુરતી કરી તમામ બસના રૂટો પુનઃ શરૂં કરવામાં આવે તેવી લાગણી અને માંગણી મુસાફરોમાં ઉઠવા પામી છે.


